Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ખેડુત સંમેલનની મંજુરી મળતા કિશાન સંઘર્ષ સમીતીનો વિજયોત્સવ

રાજકોટઃ શહેરમાં કૃષીબીલ વિરોધ માટે ખેડુત સંમેલન યોજવાની મંજુરીની માંગ સાથે ગુજરાત કિશાન સંઘર્ષ સમીતીએ ધરણા-જેલ ભરો આંદોલન શરૂ કરેલ. દરમિયાન સંમેલન માટે તંત્રએ મંજુરી આપતા આજે સંઘર્ષ સમીતીનાં આગેવાનોએ આજે બપોરે જેલમાંથી છુટીને વિજયોત્સવ મનાવ્યો હતો તે વખતની તસ્વીરમાં સમીતીના અરૂણ મેતા, પાલ આંબલીયા, ડાયાભાઇ ગજેરા, વશરામભાઇ સાગઠીયા, ભાવેશ પટેલ વગેરે આગેવાનો દર્શાય છે.

(3:21 pm IST)
  • ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ થઈ શકે છે : ભુપેન્દ્રસિંહજીએ આપ્યા સંકેત : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં ધો.૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ થઈ શકે છે : હાલ ધો. ૧૦ અને ૧૨ની શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ છે અને શાળાઓ હાલ નોર્મલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે : આ અંગે ૨૭મીએ ચર્ચા - વિચારણા કરવામાં આવશે access_time 12:17 pm IST

  • હવે ઇંગ્લેન્ડમાં આશરો માગશે ભાગેડુ વિજય માલ્યા : ભારતમાંથી નાસી છુટેલ ઉદ્યોગપતિ, કિંગફિશરના વિજય માલ્યા ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં શરણું માગવા અરજી કરશે તેવું જાણવા મળે છે access_time 12:54 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ધુમ્મસભર્યા માહોલ વચ્ચે ઠંડીનો જોરદાર ધ્રુજારો : વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરથી ઉત્તર પ્રદેશમાં ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેલ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત મળવાની નથી. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. દરમિયાન પહાડી પ્રદેશોમાં બરફવર્ષાના પગલે યુ.પી.ના અનેક જિલ્લાઓમાં ઠંડીનું મોજુ ફરી વળશે access_time 2:29 pm IST