Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સોમવારે રાષ્ટ્રીય મતદાન દિવસઃ કલેકટર કચેરીમાં ઉજવણી

મતદારો દ્વારા પ્રતિજ્ઞા લેવાશેઃ શ્રેષ્ઠ બી.એલ.ઓ. અને સુપરવાઇઝર ત્થા કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્રો અપાશે

રાજકોટ તા.ર૩ : આગામી તા.રપને સોમવારે જીલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે.

આ અંગે જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે કે 'ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિન રપમી જાન્યુઆરીને 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'' તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તા.રપ/૧/ર૦ર૧ ના રોજ સવારના ૧૦ કલાકે 'રાષ્ટ્રીય મતદાતા દિવસ, ર૦ર૧'ની જિલ્લા કક્ષાની ઉજવણી અંગેના કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરી, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. તદ્દઉપરાંત જિલ્લામાં તાલુકા કક્ષાએ પણ ઉજવણી કરવામાં આવનાર છે.

જિલ્લા કક્ષાના ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા મતદાર પ્રતિક્ષા લેવામાં આવશે. શ્રેષ્ઠ બી.એલ.ઓ., સુપરવાઇઝર, કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર આપવામાં આવશે. ભારતના ચુંટણી પંચ દ્વારા તા.રપ/૧/ર૦ર૧ ના રોજ e-EPIC લોન કરવામાં આવનાર છે. જે મુજબ મતદાર વોટર હેલ્પલાઇન એપ./ વોટરપોર્ટલ વેબસાઇટ  એન.વી.એસ.પી.વેબસાઇટનો ઉપયોગ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકશે. નવા મતદારો તા.રપ/૧/ર૦ર૧ થી ૩૧/૧/ર૦ર૧ દરમ્યાન તેમજ તા. ૧/ર/ર૦ર૧ થી તમામ મતદારો e-EPIC  ડાઉનલોડ કરી શકશે.

(2:36 pm IST)