Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

કાલે રાજકોટમાં ૧૫ સ્થળોએ વેકસીનેસન આપશે રાજકોટ મહાનગરપાલીકા

રાજકોટ : દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત તા. ૧૬ ના રોજ સમગ્ર દેશમાં કોરોના લોન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ જુદાજુદા તબક્કા પ્રમાણે વેકસીનેસન ચાલી રહ્યું છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૨૩ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાથી શહેરમાં પંદર સ્થળોએ વેકસીનેસન આપવામાં આવનાર છે.

શહેરમાં પંદર (૧૫) સ્થળોએ વેકસીનેસન આપવામાં આવનાર છે જેમાં (૧) સિવિલ હોસ્પિટલ બુથ - ૧, (૨) સિવિલ હોસ્પિટલ બુથ - ૨, (૩) સિવિલ હોસ્પિટલ બુથ - ૩, (૪) પંચનાથ હોસ્પિટલ, (૫) જયનાથ હોસ્પિટલ, (૬) ગુરુકુલ હોસ્પિટલ, (૭) સીનર્જી હોસ્પિટલ, (૮) સ્ટર્લિંગ હોસ્પિટલ, (૯) વોકહાર્ડ હોસ્પિટલ, (૧૦) ગિરિરાજ હોસ્પિટલ, (૧૧) બી.ટી.સવાણી હોસ્પિટલ, (૧૨) કામદાર રાજ્ય વીમા હોસ્પિટલ, (૧૩) ગોકુલ હોસ્પિટલ - કુવાડવા રોડ, (૧૪) પ્રણામી હોસ્પિટલ અને (૧૫) ગોકુલ હોસ્પિટલ - વિદ્યાનગર મેઈન રોડ વિગેરે સ્થળોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત સ્થળોના ડોક્ટર્સ અને સ્ટાફને વેકસીનેસન આપવામાં આવશે.

(10:34 pm IST)