Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રાજકોટમાં પ્રજાસતાક પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ : નેહા કક્કરની લાઈવ કોન્સર્ટમાં રાજકોટીયનો ઉમટી પડ્યા

ગુલાબી ઠંડીમાં રાજકોટીયનો સંગીતની મોજ માણવા મોટી સંખ્યામાં પહોંચ્યા

રાજકોટ : રાજકોટના આંગણે રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીનો ધમાકેદાર પ્રારંભ થયો છે આજે સાંજે બોલીવુડની જાણીતી ગાયિકા નેહા કક્કરનાં લાઈવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા છે રાજકોટ પોલીસ આયોજિત કાર્યક્રમમાં ગુલાબી ઠંડીમાં રાજકોટીયનો સંગીતની મોજ માણવા મોટી સંખ્યામાં પહોંચ્યા છે તસ્વીરમાં લાઈવ કોન્સર્ટની વિવિધ તસ્વીરોમાં નેહા કક્કર લાક્ષણિક અદામાં નજરે પડે છે ( સંદીપ બગથરીયા )

(11:12 pm IST)