Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઉજવણીનો અતિરેક...: સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિએ જ નેતાજીની પ્રતિમા ઢાંકી દેવાઈ ?!

રાજકોટઃ. હાલમાં શહેરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધમધોકાર થઈ રહી છે. મુખ્ય સર્કલો, મહાપુરૂષોની પ્રતિમાઓને શણગાર કરવામાં આવ્યો છે પરંતુ પારેવડી ચોકમાં આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને શણગારવામાં તંત્રએ જાણે અતિરેક કર્યો હોય તેમ નેતાજીની પ્રતિમા ફરતે મંડપ શણગાર કરાયો છે કે લોકોને નેતાજીની પ્રતિમાના દર્શન થતા નથી. એટલુ જ નહિ આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે ત્યારે તેઓની પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં પણ નેતાઓ, કાર્યકરોને મુશ્કેલી પડી હતી. એટલુ જ નહિ જાણે કોઈ કોર્પોરેટરોને પણ નેતાજીની જન્મ જયંતિમા રસ ન હોય તેમ તેઓની પ્રતિમાને પુષ્પાંજલીના કાર્યક્રમમાં ૭૨ કોર્પોરેટરો પૈકી માત્ર ૧૫ થી ૨૦ કોર્પોરેટરો જ હાજર રહ્યાનું સત્તાવાર સૂત્રોએ જણાવેલ. તસ્વીરમાં મંડપ શણગાર વચ્ચે ઢંકાઈ ગયેલી નેતાજીની પ્રતિમા દર્શાય છે. ઈન્સેટમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ફાઈલ તસ્વીર દર્શાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:06 pm IST)