Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ચાપલુસી-ખુશામતખોરી કરનાર ડો. નિદિત બારોટે તેનું વ્યકિત્વ અરીસામાં જોવાની જરૂર છેઃ ભીમાણી-રામાનુજ

કોંગ્રેસના નિદત બારોટને આડેહાથ લેતા શૈક્ષિણક સંઘના ગીરીશ ભીમાણી-ભરત રામાનુજ

રાજકોટ તા. ર૩ : અંગ્રેજી ભવનના અધ્યાપકો દ્વારા શિક્ષણ બહિષ્કાર પગલા સામે કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટે પ્રતિ ધરણા કરવાની રજુઆત કયું નિવેદન આપ્યું હતુ તેના પ્રત્યાઘાત રૂપે અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણીક સંઘના  ઉપપ્રમુખ ગીરીશ ભીમાણી, મહામંત્રી ભરત રામાનુજે, ડો. નિદત બારોટને આડે હાથ દીધા છે.

ભરત રામાનુંજે એકયાદીમાં જણાવ્યું છે કે કોંગ્રેસમાં કોઇ ભાવ પુછતુ નથી અને ભાજપમાં ભાવ મળતો નથી આથી ખુશામતખોરી કરી રાજકીય અસ્તિત્વ ટકાવવા હવાતીયા મારતા નિદત બારોટે પોતાનું વ્યકિતત્વ અરિસામાં જોવાની જરૂર છે.

તેમ અખિલ ભારતીય રાષ્ટ્રીય  શૈક્ષણીક સંઘના ઉપપ્રમુખ ગીરીશ ભીમાણી અને મહામંત્રી ભરત રામાનુજ જણાવે છે કે, રાષ્ટ્રીય શૈક્ષણીક સંઘ પુર્ણ રૂપે સ્વયંસેવક સંઘથી ચાલતુ રાષ્ટ્રીય સંઘ છે તેના માટે બોલવા માટે નિદત બારોટના વ્યકિતત્વ ઘડતરની પ્રક્રિયા હજુ બાકી છે.

ભીમાણી અને રામાનુજે વધુમાં જણાવ્યું છે કે સરકારી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં આચાર્યનો તગડો પગાર લેતા અને કોલેજના સમયે જ યુનિવર્સિટીના પદાધિકારીઓની ચાપલુસી અને ખુશામતખોરી કરનાર નિદત બારોટે પ્રથમ તો પોતે જયા નોકરી કરે છે ત્યાં સંપૂર્ણ સમય હાજર રહેવાની આવશ્યકતા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિની ચેમ્બરની બહારના પેસેજનું છેલ્લા છ માસનું રેકોર્ડીંગ જાહેર કરવામાં આવે તો શ્રી બારોટજી કેટલા સમય અને કેટલા દિવસ સુધી ચાપલુસી અને ખુશામતખોરીને જ નોકરીનો ભાગ ગણાવી પગાર મેળવ્યો છે તે જાહેર થશે એટલુ જ નહિ પરંતુ આવા લોકો માનનીય શ્રી ડોલરરાય માંકડની પ્રતિમા પાસે ધરણા માટે બેસે તો ડોલરરાય માંકડની પ્રતિમાં ઉકળી ઉઠશે.

(3:58 pm IST)