Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કણકોટ મફતીયાપરામાં ઓધડ વડેસા સંચાલીત જુગારધામ પર દરોડો : ૧૨ ઝડપાયા

તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.ડી. ડામોર અને એ.એસ.આઇ. હર્ષદસિંહની બાતમી : મકાન માલીક ઓધડ, મંજુલા, જયશ્રી, કમળા, પલ્લવી, સુનીલ, આયા દેસાઇ, ભરત, અફઝલ, અનીલ, અશોક અને સાગરની ધરપકડ

રાજકોટ તા ૨૩  : શહેરના કાલાવડ રોડ, કણકોટના પાટીયા પાસે મફતીયાપરામાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર મહિલા સહિત ૧૨ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર ખુરશીદ અહેમદ, તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમ અને જયદીપસિંહ સરવૈયાની સુચનાથી તાલુકા પોલીસ નથકના પી.આઇ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઇ. એન.ડી. ડામોર, એ.એસ.આઇ. ર્હ્મદસિંહ ચુડાસમા, હેડ કોન્સ. કલ્પેશભાઇ કુવાડીયા, અરજણભાઇ ઓડેદરા, રાજવીરસિંહ જાડેજા, ચંદ્રરાજસિંહ, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિ઼હ ઝાલા, વિક્રમભાઇ લોખીલ, વિરેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઇ સેગલીયા, દિવ્યરાજસિંહ તથા કોન્સ. દિપલબેન ચોૈહાણ, સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કણકોટના પાટીયા પાસે મફતીયાપરામાં રહેતો ઓધડ પુનાભાઇ વડેસા જુગારનો અખાડો ચલાવતો હોવાની પી.એસ.આઇ. એન.ડી. ડામોર અને એ.એસ.આઇ. હર્ષદસિંહ ચુડાસમાને બાતમી મળતા કણકોટ પાસે મફતીયાપરામાં મકાનમાં દરોઠો પાડી તીન પતીનો જુગાર રમતા મકાન માલીકઓધડ પુનાભાઇ વડેસા (ઉ.વ.૧૮), ધોરાજી બારપુરાની મંજુલા પુનાભાઇ વાળા(ઉ.વ.૩૧), કણકોટ પાસે હાઉસીંગ કવાર્ટર નં.૯૯ માં રહેતી જયશ્રી બીપુલભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦), કણકોટ પાસે મફતીયા પરાની કમળા આપાભાઇ દેસાઇ (ઉ.વ.૩૪), કીડવાઇનગર હાઉસીંગ બોર્ડ કવાટર નં.૩૧ ની પલ્લવી જીતેન્દ્રભાઇ બાવાજી (..વ.૨૪), કણકોટ પાસે મફતીયા પરાના સુનીલ પુનાભાઇ વડેસા (ઉ.વ.૨૦), આપા સામતભાઇ દેસાઇ (ઉ.વ.૪૦), કપકોટ પાસેનો ભગવાન ચોક કવાટર નં.૯૯, મૂળ વૈશાલીનગર-૧૦ ના ભરત કાળાભાળ સોઢા (ઉ.વ૪૪), ધોરાજીના અફઝલ રજાકભાઇ સૈયદ (ઉ.વ.૩૧), કણકોટ મફતીયાપરાના અનીલ ખેંગારભાઇ વડેસા (ઉ.વ.૨૨), રૈયારોડ કિસ્મતનગર શેરીનં.-૧ ના  અશોક ગાંડુભાઇ સોલંકી (ઉ.વ.૩૫) અને  કણકોટ જે ભગવાન ચોક કવાટરનો મુળ વૈશાલીનગરના સાગર ભિખાભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮) ને પકડી લઇ રૂા ૩૪૭૦૦ ની રોડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:51 pm IST)