Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

પતિએ સંયુકત પરિવારમાં રહેવા જવાનું કહેતા રિન્કલ બથવાર ઝેર પી ગઇ

ચોટીલાના મોલડીના પતિ-પત્નિ રાજકોટ ભાડેથી રહે છે

રાજકોટ તા. ૨૩: મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતાં રિન્કલ પ્રવિણભાઇ બથવાર (ઉ.૨૨) નામની પરિણીતાએ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. રિન્કલના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ પ્રવિણ મોલમાં કામ કરે છે. પ્રવિણ અગાઉ મુળ વતન ચોટીલાના મોલડી ગામે માતા-પિતા સાથે રહેતો હતો. હાલમાં બંને પતિ-પત્નિ રાજકોટ ભાડેથી રહે છે. પતિએ ફરીથી વતન મોલડીમાં સંયુકત પરિવારમાં રહેવા જવાની વાત કરતાં રિન્કલને ત્યાં જવું ન હોઇ બોલાચાલી થતાં માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભર્યાનું જણાવ્યું હતું

 

(3:50 pm IST)