Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સેદાણી પરિવારને આંગણે હરખની હેલી થઇ શરણાયુ ઘેલી

સૌરાષ્ટ્રના વિખ્યાત તસ્વીરકાર સ્વ.ગુણવંતભાઇ સેદાણીના પૌત્ર ચિ.આદિત્યના શુભલગ્ન ચિ.કોમલ સાથે રંગેચંગે સંપન્નઃ જીવન ઝરમરના ફોટાઓનું નિદર્શન

રાજકોટ : સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ અખબારી તસ્વીરકાર સ્વ.ગુણવંતભાઇ સેદાણીના પૌત્ર અને અકિલા માટે દાયકાઓથી પરિવારભાવથી નિઃસ્વર્થ સેવા આપી રહેલા જાણીતા તસ્વીરકાર શ્રી નિશેષ ગુણવંતભાઇ સેદાણી તથા શ્રીમતી ગીતાબેનના પુત્ર ચિ.આદિત્યના શુભલગ્ન શ્રીમતી દતાબેનની સુપુત્રી ચિ.કોમલ સાથે રંગેચંગે સંપન્ન થયા છે. જાણીતા તસ્વીરકાર શ્રી હિતેશભાઇ સેદાણી તથા વિક્રમભાઇ સેદાણી પરિવારમાં ભારે હર્ષોલ્લાસ છવાયો છે.

આ પ્રસંગે 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને 'અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા તેમજ સમગ્ર ગણાત્રા પરિવારે ઉપસ્થિત રહી નવદંપતીને આશિર્વાદ આપ્યા હતા. આ સમારંભમાં હિતેશભાઇ સેદાણી, કિરણબેન સેદાણી, તરૂણભાઇ સેદાણી, શશીકાંતભાઇ સેદાણી, કિર્તીભાઇ સેજપાલ, જયેશાબેન સેજપાલ, જજ ધીરૂભાઇ કારીયા, જગદીશભાઇ હાલાણી, રાજુભાઇ હાલાણી, ધિરેનભાઇ મસરાણી તેમજ દેશ વિદેશમાંથી નામાંકીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન ઉત્સવ દરમિયાન સ્વ.ગુણવંતભાઇ સેદાણીના ફોટોગ્રાફી પ્રદર્શન પણ રાખવામાં આવેલ. જેમા દિવ-દમણ આઝાદ, ૧૯૫૬નો દુકાળ, અખંડ ભારતના નિર્માણ સમયે જવાહરલાલ નહેરૂ સૌરાષ્ટ્રમાં આવેલા સહિતના ફોટાઓ રાખવામાં આવેલ. તેમજ તેઓના મળેલા પ્રમાણપત્રો પણ ચિ.આદિત્ય સેદાણી પણ ઓબર્ટફાર્મામાં ગૃપ પ્રોડકટ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં નવદંપતીને શુભેચ્છા પાઠવી રહેલા મહાનુભાવો દર્શાય છે. (શ્રી નિમેશભાઇ સેદાણી મો. ૯૪૨૯૨ ૧૭૯૭૧).

(3:49 pm IST)