Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

શનિવારે અદ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ : પણ ગીચતાને કારણે રોજેરોજ 'ટ્રાફિક' જામની મુશ્કેલીઓ સર્જાશે

૨૦+૧૦ સ્ટેન્ડ બાય પ્લેટફોર્મ : કુલ ૫૩ કરોડનો ખર્ચ : ૧૧ હજારથી વધુ સ્કવેર મીટરમાં બાંધકામ : મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકાશે : એકસપ્રેસ - વોલ્વો નવા બસ સ્ટેન્ડ પરથી તો લોકલ બસો : શાસ્ત્રી મેદાનથી ઉપડશે : લોકો પૂછે છે... બંને મહત્વની જગ્યાનો આવો કેમ ઉપયોગ : હોટલ - મલ્ટીપ્લેકસ - દુકાનો બે મહિના પછી શરૂ થશે??

રાજકોટ તા. ૨૩ : શહેરના જુના બસ સ્ટેશન (ઢેબર રોડ) ના સ્થાને નિર્માણ પામેલા અદ્યતન બસ પોર્ટનું તા. ૨૫મીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ થનાર છે. નવુ બસ સ્ટેશન આધુનિક બન્યું છે પરંતુ દુકાનો - ઓફિસોના કારણે ઘણી જગ્યા રોકાઇ જતા બસોની આવન - જાવન માટે જગ્યા સાંકળી થઇ ગઇ છે. અગાઉ કરતા વધુ પ્લેટફોર્મ છતાં જગ્યાની મોકળાશ ઘટી ગઇ છે. નવા બસ સ્ટેશનની સાથે શાસ્ત્રી મેદાનનું હાલનું બસ સ્ટેશન કાયમી ધોરણે ચાલુ રાખવાનું નક્કી થયું છે. બબ્બે મોટી કિંમતી જગ્યાઓ એક જ હેતુ માટે વપરાશે. નવા બસ સ્ટેશનમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની ભીતિ છે.

રાજયકક્ષાની ૨૫મી જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત ૨૫મીએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઢેબર રોડ ઉપર ૪૫ કરોડ તથા બસ ટર્મીનલ ફેસેલીટીના ૮ કરોડ મળી કુલ ૫૬ કરોડના ખર્ચે બનાવાયેલા અદ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ થશે તેમ કલેકટરે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

તેમણે જણાવેલ કે કુલ ૧૧૫૦૦ થી વધુ સ્કવેર મીટર જગ્યા ઉપર આ બસ સ્ટેન્ડ બનાવાયુ છે, જેમાં ૨૦ પ્લેટફોર્મ અને ૧૦ આદર્શ પ્લેટફોર્મ સહીત કુલ ૩૦ પ્લેટફોર્મ રહેશે. બસ સ્ટેશનમાં ઇન્કવાયરી, રીઝર્વેશન, ટીકીટ કાઉન્ટર, એડમીનીસ્ટ્રેટીવ ઓફીસ, રેસ્ટરૂમ, ડોરમેટરી, સ્ટાફ, પાર્સલ રૂમ, આ ઉપરાંત યાત્રીઓને માર્ગદર્શન મળી રહે તે માટે અલગ સુવિધા ઉભી કરાઇ છે.

ઉપરાંત કેન્ટીન, વોલ્વો સર્વીસ, વેઇટીંગરૂમ, લેડીઝ માટે અલગ બ્લોકની વ્યવસ્થા (૩૦ સીટી), જનરલ સીટીંગ (૮૦ બેઠક), ટોયલેટ ફેસેલીટી બાથરૂમ, ૧૪ યુરીનલ, ૭ ટોયલેટ રહેશે.

મલ્ટીપ્લેકસ, ફુડ કોર્ટપ્લાઝા, હોટલ, રેસ્ટોરન્ટ,, રીટેલ સુપર માર્કેટ, શો રૂમ, સીસી ટીવી કેમેરા, કોમર્શીયલ ઓફીસો અને ડીઝીટલ ડીસપ્લે રહેશે.

(3:45 pm IST)