Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કાલેથી બે દિ' મહાત્મા ગાંધી મ્યુઝિયમ રહેશે બંધ

રાજકોટ,તા.૨૩: શહેરના વોર્ડ નં.૭માં મ્યુ. કોપોરેશન દ્વારા આલ્ફેડ હાઇસ્કુલમાં નિર્માણ થયેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ  આગામી તા. ૨૪ અને તા.૨૫દરમિયાન બે દિવસ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશેે તેવી જાહેરાત દ્વારા મ્યુ. કોર્પોરેશન દ્વારા સતાવાર કરવામાં આવી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા. ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષની ઉજવણી રાજકોટમાં કરવામાં આવી રહી હોય અને તે અંતર્ગત રાજ્યપાલનો કાર્યક્રમ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે રાખવામાં આવેલ છે. જેથી ઉપરોકત બે દિવસે દરમ્યાન મ્યુઝિયમ બંધ રહેશે જ્યારે તા. ૨૬ને રવિવારેથી રાબેતા મુજબ મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે. તેમ અંતમાં જણાવાયું છે.

(3:41 pm IST)