Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભારત તથા વિદેશમાં અભ્યાસ માટે સ્કોલરશીપનો ઢગલોઃ અરજી કરવા માંડો

MBA બી.એ.- એલએલ.બી. અને સી.એના વિદ્યાર્થીઓ, ભારતના કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના પરિવારમાં ડીપ્લોમાં ,ITI પોલિટેકિનક કોર્ષ, ગ્રેજ્યુએશન અને એન્જીનીયરીંગ ડીગ્રી કોર્ષ કરતા વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ મેળવી શકે છે

- કેનેડામાં ગ્રેજ્યુએશન માટે, સિંગાપુરમાં પી.એચ.ડી કક્ષાનું તથા અન્ય રીસર્ચ કરવા માટે તથા અન્ય દેશોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ફેલોશીપ ઉપલબ્ધ.

રાજકોટ, તા., ૨૩ : માહિતી અને જ્ઞાનની સદી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ઉચ્ચ શિક્ષણનું મહત્વ ઉતરોત્તર વધતુ જોવા મળે છે. ભારત તથા ફોરેનમાં વિવિધ સ્ટ્રીમ્સનુંશિક્ષણ લેવા માટે જો ઉપયોગી સ્કોલરશીપ મળતી હોય તો ચોક્કસપણે સોનામાં સુંગધ ભળી જાય અને આવી જ વિવિધ શિષ્યવૃતિ હાલમાં ઉપલબ્ધ છે. આ તમામ સ્કલોરશીપ ઉપર એક નજર કરીએ તો...

*PNB  હાઉસીંગ ફાયનાન્સ લિમિટેડ પ્રોત્સાહન સ્કોલરશીપ ૨૦૧૯-૨૦ અંતર્ગત પ્રોફેશનલ શિક્ષણને પ્રોત્સાહન આપવા  માટે PNB  હાઉસિંગ ફાયનાન્સ દ્વારા એમ.બી.એ., બી.એ.-એલ.એલ.બી. અને સી.એના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક ૮ લાખથી ઓછી હોય અને ધોરણ ૧૨ તથા ગ્રેજ્યુએશન (જો હોય તો)માં ઓછામાં ઓછા ૬૫ ટકા મેળવેલ હોય  અને જેઓ હાલમાં એમ.બી.એ, બી.એ.-એલ.એલ.બી અને સી.એ. કરી રહ્યા હોય તેઓ અરજીપાત્ર છે. ઓનલાઇન  ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૩૦-૧-૨૦૨૦ છે. જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પસંદ થશે તેમા એમ.બી.એ.ના વિદ્યાર્થીઓને ૨ લાખ રૂપિયા , સી.એ.ના વિદ્યાર્થીઓને ૩૦ થી ૩૫ હજાર રૂપિયા તથા એલએલ.બી. ડીગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થીઓને ૭૫ હજાર રૂપિયા સુધીની રકમ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/phfs

*  ધ જે.એન.ટાટા એન્ડોવમેન્ટ ફોર ધ હાયર એજ્યુકેશન ઓફ ઈન્ડિયન્સ અંતર્ગત ધ જે.એન.ટાટા એન્ડોવમેન્ટ દ્વારા  વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા  ઈચ્છતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. આ યોજનાનો  અગાઉ લાભ લેનાર વિદ્યાર્થીઓ બીજી વખત અરજીપાત્ર નથી. પસંદ થનાર ઉમેદવારોને તેઓના શૈક્ષણીક દેખાવ (મેરીટ)ના આધારે પ્રવાસન ખર્ચ તથા ગીફટ એવોર્ડ મળશે.

- અરજી કરવા માટેની પાત્રતા

ભારતમાં માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીઓમાંથી ગ્રે્જ્યુએટ થનારા  વિદ્યાર્થી  અરજીપાત્ર છે. અથવા તો જે વિદ્યાર્થીઓ વિદેશમાં બે વર્ષના ડીગ્રી પ્રોગ્રામના બીજા વર્ષની શરૂઆત કરી રહ્યા હોય (સપ્ટેમ્બર ૨૦૨૦થી  માર્ચ - એપ્રીલ ૨૦૨૧ સુધી ) અને જેઓએ પોતાની આગલી પરીક્ષા (પૂર્વ પરીક્ષા)માં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલ હોય તેઓ તા. ૯-૩-૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારોને એક લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની લોન સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/jnt3

* STFC મેરીટોરીયસ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિમિટેડ દ્વારા ભારત દેશના આર્થિક રીતે સહયોગ ઈચ્છતા કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના પરિવારોના  તેજસ્વી વિદ્યાર્થીઓને  સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ ૧૦ અને ૧૨ પછી પ્રોફેશનલ ડીગ્રી કે અન્ય કોર્ષ માટે દર વર્ષે સ્કોલરશીપ મેળવવા સંદર્ભે અરજીઓ મંગાવવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓના વાલી કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સ હોય અને જેઓની પારિવારિક વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય તથા જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨માં લઘુતમ ૬૦ ટકા મેળવીને હાલમાં ડીપ્લોમાં , આઇટીઆઇ પોલીટેકનીક કોર્ષ, ગ્રેજ્યુએશન અને એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામમાં અભ્યાસ કરી રહ્યા હોય  તેઓ અરજીપાત્ર છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧-૨૦૨૦ છે.

શિષ્યવૃતિ માટે પસંદ થનાર ઉમેદવારોમાં આઇટીઆઇ, પોલિટેકનિક તથા ડિપ્લોમાંના વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ ૧૫ હજાર રૂપિયા અને ત્રણ કે ચાર વર્ષ સુધીનો ગ્રેજ્યુએશન કોર્ષ તથા એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામના  વિદ્યાર્થીઓને ૩૦ થી ૩૫ હજાર રૂપિયા સુધીની રકમ મળવા પાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/stfc1

*  અ સ્ટાર ગ્રેજ્યુએટ સ્કોલરશીપ સિંગાપુર ૨૦૨૦ અંતર્ગત  એજન્સી ફોર સાયન્સ ટેકનોલોજી એન્ડ રીસર્ચ, નાનયાંગ ટેકનોલોજી  યુનિવર્સિટી (NTU), નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (NUS), સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડીઝાઇન (SUTD) તથા સિંગાપુર મેનેજમેન્ટ યુનિવર્સિટી (SMU)ના સહયોગ ભાગીદારીથી એજ્ન્સી ફોર સાયન્સ ટેકનોલોજી  એન્ડ રીસર્ચમાં પી.એચ.ડી કક્ષાનું રીસર્ચ કરનાર ઉમેદવારોને ચાર વર્ષ માટે સ્કોલરશીપ  આપવામાં આવી રહી છે.

- અરજી કરવા માટેની ૫ાત્રતા

ઉમેદવાર કોઇપણ એક યુનિવર્સિટીમાં પી.એચ.ડી. પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટેના માપદંડો  પુરા કરતો હોવો જોઇએ. લઘુતમ દ્વિતિય વર્ગ (સેકન્ડ) સાથેની ડીગ્રી હોવી જોઇએ અને રીસર્ચમાં રસ ધરાવતો હોવો જરૂરી છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને  શિક્ષણ પુસ્તકો કોમ્પ્યુટર સંમેલન (કોન્ફેરન્સ) તથા થિસિસ  સંદર્ભે વિવિધ ભથ્થાઓ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧-૨-૨૦૨૦ છે.

અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/ast1

SMART સિંગાપુર- MIT અંડર ગ્રેઝયુએટ રીસર્ચ ફેલોશીપ (SMURF) ર૦ર૦ અંતર્ગત સિંગાપુર અને MIT દ્વારા ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓને આઠ અઠવાડીયા માટે MIT, NTU, NUS, SUTD માં રહીને સંશોધન કરવા મોકો મળે તે માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

અરજી કરવા માટેની પાત્રતા

MIT, NTU, NUS, SUTD માં દાખલ થઇ ગયા હોય અને જેઓ ગ્રેજયુએશનનું પ્રથમ વર્ષ પુરૂ કરી ચુકયા હોય તેઓ તા. રપ-૧-ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને અલગ-અલગ પૃષ્પઠભૂમિમાંથી આવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળવાનો અને જાણવાનો મોકો મળશે.

અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/smu1

ટ્રેન્ટ ઇન્ટરનેશનલ ગ્લોબલ સિટીઝન સ્કોલરશીપ એન્ડ એવોર્ડસ ર૦ર૦ અંગર્તત ટ્રેન્ટ યુનિવર્સિટી કેનેડા દ્વારા ગ્રેજયુકેશન પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ આર્થિક સહયોગ મેળવી શકે છે.

અરજી કરવા માટેની પાત્રતા

ટ્રેન્ટ યુનિવર્સિટી કેનેડામાં ગ્રેજયુએશન કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અરજી પાત્ર છે. પસંદ થનાર વિદ્યાર્થીઓ રહેવાના ખર્ચ સિવાય ટયુશન અને અન્ય સહાયક ખર્ચા પેટે એક શૈક્ષણિક વર્ષમાં ર૪ હજાર કેનેડીયન ડોલર સુધીની રકમ મેળવી શકશે. સાથે સાથે પ્રતયેક શૈક્ષણિક વર્ષમાં બે હજાર થી દસ હજાર કેનેડીયન ડોલર સુધીની છુટ ટયુશન ફ્રીમાં મળશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ  ૧પ-ર-ર૦ર૦ છે.

અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/tig1

તો મિત્રો, ઉચ્ચ અભ્યાસ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે આટઆટલી સ્કોલરશીપ ઉપલબ્ધ છે ત્યારે યોગ્ય લાયકાત, આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને સોનેરી કારકિર્દી તરફ ડગલા માંડવાનું શરૂ કરી દો. સાચો હૃદયભાવ અને સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથે આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

સૌજન્ય

(3:40 pm IST)