Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રાજકોટમાં ગન કચરલનો ક્રેઝ ! રાજ્યમાં પરવાનાવાળા હથિયારોનાં વેચાણમાં બીજા સ્થાને : અમદાવાદ મોખરે

છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ શહેરમા 1161 ગન, પિસ્તોલ અને રાયફલની ખરીદી

રાજકોટ : ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જે સત્રમાં કેટલાક અતરંગી પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પરવાનાવાળા હથિયારોનું વેચાણ કેટલું છે તે અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે પ્રશ્નનાં જવાબમાં 1 જુલાઈ 2014થી 30 જૂન 2019 સુધીમાં રાજ્યમાં 9387 ગન રિવોલ્વર પિસ્તોલ અને રાઇફલનું વેચાણ થવા પામ્યું છે. જે વેચાણ થવા પામ્યું છે તેમાં અમદાવાદ ગુજરાતમાં 1340 ગન, પિસ્તોલ અને રાયફલની ખરીદીમાં સૌથી મોખરે હતું. જ્યારે રાજકોટ શહેર 1161 ગન, પિસ્તોલ અને રાયફલની ખરીદીમાં બીજા નંબર પર હતું.

ભૂતકાળમાં એવા અનેક બનાવો પણ સામે આવ્યા છે કે, જેમાં માંગલિક પ્રસંગો સમયે મોજ મસ્તી તેમજ માભો બતાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હોય. જેમાં કોઈનો જીવ પણ ગયો હોય. તે સાથે જ બર્થ ડે પાર્ટીમાં હવામાં ફાયરિંગ કરતા હોય તેવા વીડિયો પણ ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે મામલે જે તે સંબંધિત પોલીસ મથકના થાણા અમલદાર દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી.

(2:24 pm IST)