Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મજુરી દર મામલે વેપારીઓનો વિરોધ: કપાસની ખરીદી બંધ

નવો મજૂરી દર વધારે લાગતા વેપારીઓનો વિરોધ

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસની ખરીદી કરતા વેપારીઓને નવો મજુરી દર વધુ લાગી રહ્યો હોય જેના વિરોધમાં યાર્ડનાં તમામ વેપારીઓએ કપાસની ખરીદી બંધ કરી છે તેમજ ખેડુતોને પણ હવે નવો કપાસ નહીં લાવવા સુચના આપવામાં આવી છે. દર ત્રણ વર્ષે મજુરીનાં વિવિધ દરોમાં ૧૦ ટકા જેટલો વધારો કરવામાં આવતો તે મુજબ આ વર્ષે પણ વધારો કરાયો હતો ત્યારે આ વર્ષે કપાસ ખરીદનાર વેપારીઓને આ મજુરી દર ઉંચો લાગતો હોય જેની સામે વેપારીઓએ કપાસની ખરીદી બંધ કરી વિરોધ નોંધાવ્યો છે.

 આ અંગે સૌરાષ્ટ્ર કમિશન એજન્ટસ એસોસિએશનનાં પ્રમુખ અતુલભાઈ કમાણીનાં જણાવ્યા મુજબ બોર્ડની બેઠક બાદ આ પ્રશ્ર્નનો નિવેડો આવી શકે તેમ છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં કપાસની આવક આવે છે ત્યારે યાર્ડનાં વેપારીઓએ કપાસની ખરીદી અચાનક બંધ કરી દીધી છે જેનું કારણ મજુરી દર વધુ લાગી રહ્યો હોવાનું જણાવાયું છે

 . દર ત્રણ વર્ષે વિવિધ મજુરી દરોમાં વધારો કરવામાં આવતો હોય જે મુજબ આ વર્ષે દિવાળી પછી મજુરી દરમાં ૧૦ ટકાનો વધારો કરાયો છે. વેપારીઓને મજુરી દર ઉંચો લાગી રહ્યો હતો જેનો આજથી કપાસની ખરીદી બંધ કરી વિરોધ નોંધાવ્યો છે.

(12:49 pm IST)