Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ગાંધી મ્યુઝિયમમાં ઉજવાશે પ્રજાસત્તાક પર્વ : કોર્પોરેશન દ્વારા ર૬મીએ ધ્વજવંદન-પરેડ સહિતના કાર્યક્રમો

વોર્ડ નં.૧૩ની પેટાચૂંટણીને કારણે ભપકાદાર કાર્યક્રમોને બદલે સાદાઇથી ઉજવણી : મેયર માત્ર ધ્વજવંદન કરી શકશે ભાષણ નહી

રાજકોટ, તા. ર૩ : આગામી તા. ર૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ વર્ષ નવનિર્મિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ (આલ્ફ્રેડ હાઇસ્કૂલ) ખાતે મ્યુ. કોર્પોરેશન દ્વારા સાદગીપૂર્ણ રીતે કરવામાં આવનાર છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના સતાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ દર વર્ષે ર૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા કોઇપણ એક વોર્ડની પસંદગી કરી અને ધામધૂમથી રંગારંગ, દેશભકિતના કાર્યક્રમો, સંગીત સંધ્યા લોકડાયરાઓ વિગેરે યોજીને થાય છે. પરંતુ આ વર્ષ હાલમાં વોર્ડ નં.૧૩ની પેટાચૂંટણીની આચારસંહિતા લાગૂ છે આથી આગામી ર૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ ધામધૂમથી ઉજવવાને બદલે સાદગીપૂર્ણ રીતે વોર્ડ નં.૭માં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં નવનિર્મિત ગાંધી મ્યુઝિયમમાં યોજાશે.

આ પ્રસંગે મ્યુઝિયમના મેદાનમાં મેયર બીનાબેન આચાર્યના હસ્તે ધ્વજવંદન થશે, પરંતુ તેઓ આ પ્રસંગે ભાષણ નહીં કરી શકે. આ તકે ફાયર બ્રિગેડ જવાનોની પરેડ તથા શાળાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.

(4:00 pm IST)