Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ડો.અમિત એચ. અગ્રાવતને રીસર્ચ માટે રાષ્ટ્રીય એવોર્ડ

રાજકોટઃ યુવા પેથોલોજીસ્ટ ડો. અમિત એચ. અગ્રાવતને તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં રીસર્ચ માટેનો રાષ્ટ્રીય કક્ષાનો સર્વોતમ એવોર્ડ ''ડો. ડી.એસ. મુનાગેકર એવોર્ડ'' એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટ મેડીકલ કોલેજના સહ-પ્રાધ્યાપક ડો. અમિત અગ્રાવતને રાજકોટ તબીબી જગતને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવતા ઇન્ડિયન મેડિકલ એસોસીએશન-રાજકોટના તમામ વરિષ્ઠ તબીબો સહિત રાજકોટના તબીબો દ્વારા શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે. ડો. અગ્રાવતે પેથોલોજી વિભાગમાં રિસર્ચ તથા આઇ.સી.એમ.આર. માં રીસર્ચ ઉપરાંત અલગ અલગ ટેક્ષટ બુકમાં મહત્વનું યોગદાન આપેલ હોય આઇ.એમ.એ. ન્યુ દિલ્હી હેડકવાર્ટરના જજની પેનલ દ્વારા ડો. અગ્રાવતની આ એવોર્ડ માટે પસંદગી થઇ હતી. બેંગ્લોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં આઇ.એમ.એ.ના રાષ્ટ્રીય પ્રમુખ ડો. રવિ વાનખેડેકરના હસ્તે ડો. અગ્રાવતને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે.(૧.૧૬)

(3:55 pm IST)