Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મેટોડામાં જયોતી સીએનસીએ ૫ કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો

રાજકોટ રેન્જના કમિશ્નર ઉષા શ્રોતેના માર્ગદર્શન તળે ર૬ અધિકારીએ સર્વે હાથ ધર્યા હતા

રાજકોટ તા.૨૩ : સીએનસી મશીન ક્ષેત્રે દેશ અને વિદેશમાં ટોચના ઉદ્યોગગૃહ તરીકે જાણીતા બનેલા જયોતી સીએનસી ઉપર આવકવેરા વિભાગ મેગા સર્વે હાથ ધર્યા હતા. તપાસના અંતે મોડી રાત્રે ૫ કરોડનો એડવાન્સ ટેકસ ભરવા સંમતિ આપી હોવાનું જાણવા મળે છે.  રાજકોટ અને સુરતના ઉદ્યોગપતિઓના વડપણવાળા જયોતી સીએનસીનું મુખ્ય યુનિટ કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા સ્થીત આવેલ છે.  રાજકોટ રેન્જ-૧ના કમિશનર શ્રી ઉષા શ્રોતેના માર્ગદર્શન તળે આસીસ્ટન્ટ કમિશ્ન્રર સેકશન ઓફિસર તેમજ ટેકસ ઓફિસર સહિત ર૬ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી હતી.જયોતી સીએનસી દ્વારા કરવામાં આવેેલા નાણાકીય વહેવારો તેમજ સ્ટોક અને અન્ય રોકાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પ્રારંભે જયોતી સીએનસી ગ્રુપ દ્વારા સાત દિવસ સંગીતનો ભવ્ય જલ્સો યોજાયો હતો.(૩૭.૧૪)

(3:48 pm IST)