Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

પ્રજાસત્તાક પર્વ : કાલે ગોંડલમાં જીલ્લા કક્ષાની ઉજવણી અંગે રિહર્સલ : રાજકોટમાં શુક્રવારે

ર૬મીએ મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન થશે

રાજકોટ, તા. ર૩ : ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની રાજકોટ જીલ્લાની ઉજવણી આ વખતે ગોંડલ ખાતે થનાર છે. આ સંદર્ભે કલેકટરની ઉપસ્થિતિમાં આવતીકાલે ગોંડલ ખાતે શાનદાર રિહર્સલ યોજાશે અને ર૬મીએ રાજયના મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન થશે.

ર૬મીએ ગોંડલમાં સવારે ૯ વાગ્યે ધ્જવંદન બાદ પરેડનું નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, મંત્રીશ્રીનું ઉદ્બોધન, સ્વાંત્ર્ય સેનાની અને વરિષ્ઠ નાગરિકોનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ થશે. રાજકોટમાં ચૌધરી હાઇસ્કૂલ ખાતે ર૬મીએ ત્રિરંગો લહેરાવાશે. આ સંદર્ભે રપમીએ રિહર્સલ યોજાશે અને ર૬મીએ પણ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાનું ઉદ્બોધન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

 

(11:44 am IST)