Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

શાપર વેરાવળમાં ભત્રીજા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી કાકી હંસાબેન પર હુમલોઃ તોડફોડ

કક્કન, રેનીશ, કક્કનની માતા મણીબેન સામે ગુનોઃ વણકર મહિલાના ઘરમાં તોડફોડ

રાજકોટ તા.૨૩: શાપર -વેરાવળમાં શીવનગરમાં ભત્રીજા સાથે થયેલી માથાકુટનો ખાર રાખી મહિલા સહિત ત્રણ શખ્સોએ પાઇપ લાકડી વડે હુમલો કરી ઘરમાં તોડફોડ કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ શાપર વેરાવળના શીવનગર-૭માં રહેતા હંસાબેન અરવિંદભાઇ મકવાણા (ઉ.વ.૪૦) એ શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના ભત્રીજા અંકીતને કક્કન નામના શખ્સ સાથે અગાઉ બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખી કક્કન, રેનીશ તથા કક્કનની માતા મણીબેન રાત્રે લોખંડના પાઇપ તથા લાકડી સાથે ઘરે આવી ઘરની બહાર પડેલ જી.જે. ૧૧ કયુ કયું ૨૮૮૫ અને જી.જે. ૩ જે.કે. ૮૯૭૫ નંબરના બે બાઇકમાં તોડફોડ કરી હતી. તેમજ ઘરની બહાર બાથરૂમના બારણામાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પોતે તથા અન્ય પરિવારજનો તેને રોકવા જતાં પોતાને તથા પરિવારના અનય સભ્યોને ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતાં ત્રણેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે હંસાબેન મકવાણાની ફરિયાદ પરથી ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. એન.એ. ચૌહાણે તપાસ આદરી છે.(૧.૮)

(11:42 am IST)