Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

રાજકોટ જીલ્લામાં ૪૦૦ બાળકો અતિકૂપોષીતઃ દરેકને તેમના માતા-પિતા સાથે ર૧ દિવસ દાખલ કરાશેઃ ર૮૦૦ કૂપોષીત

કલેકટર કચેરીમાં મળેલ ICDS મીટીંગમાં બહાર આવેલી વિગતોઃ ર૧ દિવસનો ખાસ કાર્યક્રમ ઘડી કઢાયોઃ રાજકોટ જીલ્લાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ગોંડલમાં: મહેસૂલ મંત્રી કૌશીકભાઇ પટેલ ધ્વજ લહેરાવશે... ગોંડલમાં ર૪ મીએ તો રાજકોટમાં રપ મીએ રીહર્સલઃ એડી. કલેકટર પરીમલ પંડયા સલામી ઝીલશે

રાજકોટ તા. રર :.. રાજકોટ કલેકટર કચેરી ખાતે ગઇકાલે સાંજે આઇસીડીએસની મીટીંગ મળી હતી, જેમાં રાજકોટ જીલ્લામાં કૂપોષીત  બાળકો અંગે સમીક્ષા થઇ હતી, મીટીંગમાં કલેકટર-એડી. કલેકટર ઉપરાંત આંગણવાડી-મેડીકલ ઓફીસરો-સીએસટીના ડોકટરો-સ્ટાફ ખાસ હાજર રહ્યા હતાં.

મીટીંગમાં એવુ ચોંકાવનારૂ તારણ નીકળ્યું હતું કે, આંગણવાડીમાં થી વર્ષની વયના કુલ લાખ પ૪ હજાર બાળકો છે, તેમાંથી ૪૦૦ અતિકુપોષીત અને ર૪૦૦ બાળકો કૂપોષીત હોવાનું બહાર આવ્યું છે.

પછી કલેકટરની ઉપસ્થિતીમાં અતિ કૂપોષીત ૪૦૦ બાળકો માટે ર૧ દિવસનો ખાસ કાર્યક્રમ ઘડી કઢાયો છે.,

જેમાં રાજકોટ જીલ્લાના તમામ તાલુકામાં આવેલા, સીએસટી હેલ્થ સેન્ટરમાં ક્રમાનુસાર ૧૦-૧૦ બાળકો અને તેના માતા-પિતાને દાખલ કરાશે, અને પર-ડે રૂ. ૧૦૦ તથા નાસ્તો-ભોજન તેમજ લાગુ પડતી મેડીકલ સારવાર પણ અપાશે.

માટે કાર્યવાહી કરવા કલેકટર ડો. રાહૂલ ગુપ્તાએ જીલ્લાના હેલ્થ વિભાગ - આંગણવાડી સ્ટાફને સુચના આપી છે.

દરમિયાન આગામી ર૬ મી જાન્યુઆરીના રોજ રાજકોટ જીલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ ગોંડલ ખાતે થશે, મહેસુલ મંત્રીશ્રી કૌશીકભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન થશે, જે માટે ર૪ મીએ રીહર્સલ ગોંડલ ખાતે યોજાયું છે.

રાજકોટમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ચૌધરી હાઇસ્કુલ ખાતે થશે, રપ મીએ રીહર્સલ થશે, અને ર૬ મીએ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાના હસ્તે ધ્વજવંદન તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો - પરેડ વિગેરે યોજાશે. (-૧૮)

(4:13 pm IST)