Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઇન્ટેક્ષનો ધમાકોઃ રૂ. ર૧૯૯૦માં રજુ કર્યું ઇનબિલ્ટ સેટ ટોપ બોક્ષ એલ.ઇ.ડી.ટીવી ૩ર૦૮

નવો કોન્સેપ્ટઃ ૧પ૦ થી વધુ ટીવી ચેનલો ફ્રી જોઇ શકાશેઃ કોઇપણ સબસ્ક્રિપ્શન વગર : પત્રકાર પરિષદમાં ટીવીની વિગતો આપતા બિઝનેસ હેડ જયેશ પારેખઃ ટીવી વિજળીની પણ કરે છે બચત

રાજકોટ તા. ર૩ : પાયાના સ્તરના લોકોને વાજબી અને ટકાઉ એન્ટરટેઇનમેન્ટ વિકલ્પો પૂરા પાડવાના ઉદેશ્ય સાથે કન્ઝયુમર ઇલેકટ્રોનીકસ ક્ષેત્રે અગ્રણી ઇન્ટેકસ ટેકનોલોજીસે તેના નવા અન ઇનોવેટિવી ફ્રી-ટુ-એર ૩ર-ઇંચ એલઇડી ટીવી મોડલ એલઇડી ટીવી ૩ર૦૮ લોન્ચ કર્યા છે. ૩ર-ઈંચ એલઇડી ટીવી મોડલ ઇન-બિલ્ટ ફ્રી-ટુ-એર ચેનલ સેટ-અપ બોકસ સાથે ઇન્ટેકસના પેરાબોલિક ડિશ એન્ટેના સાથે મુખ્યત્વે ટીયર ર અને ૩ શહેરોના ગ્રાહકો વચ્ચે ખુબજ લોકપ્રિય છે, જેમાં કોઇપણ ઇન્સ્ટોલેશન ચાર્જીસ લાગતા નથી અને ૧પ૦ થી વધુ ટીવી ચેનલની સાથે અનિલિમિટેડ ફ્રી રિજનલ રેડિયો ચેનલ્સ પણ જોઇ શકાય છે. આથી ગ્રાહકે માસિક ચાર્જીસ વિશે ચિંતા કરવાની રહેતી નથી અને તેઓ રૂ. ર૧,૯૯૦ ની આકર્ષક કિંમતે અમર્યાદીત એન્ટરટેઇનમેન્ટ માણી શકે છે.

ઇન્ટેકસ એફટીએ એલઇડી ટીવી સાથે ગ્રાહકો જીઇસી, ફિલ્મો, ધાર્મિક, લાઇફસ્ટાઇલ, મ્યુઝિક ઇન્ફોટેઇનમેન્ટ, ન્યુઝ, સ્પોટર્સ, દુરદર્શન ચેનલ્સ તથા ૧૦ થી વધુ ભાષાઓમાં પ્રાદેશિક અને રેડિયો ચેનલ જોવાનો લ્હાવો ઉઠાવી શકે છે. ફ્રી-ટુ-વ્યુ (એફટીવી) સામાન્ય રીતે કોઇપણ પ્રકારના સબસ્ક્રિપ્શન વિના ઉપલબધ્ હોય છે. પરંતુ તે ડિજીટલ રીતે એનકોડ હોય છે અને કેટલીક ભૌગોલીક સ્થિતિઓમાં મર્યાદિત પણ હોય છ.ે

આ નવીન લોન્ચ અંગે ઇન્ટેકસ ટેકનોલોજીસના કન્ઝયુમર ડયુરેબલ્સના બિઝેસ હેડ શ્રી જયેશ પારેખે જણાવ્યું હતું કે, 'ઇન્ટેકસ ખાતે અમે અમર્યાદિત સંભાવનાઓ ધરાવતી તથા શ્રેષ્ઠ અનુભવ પુરો પાડતી નવી ટેકનોલોજી વિકસાવવામાં માનીએ છીએ એક સ્થાપિત ભારતીય બ્રાન્ડ તરીકે અમે ગ્રાહકોની જરૂરીયાતોને સમજી છે અને તેથી જ ઇન-બિલ્ટ ફ્રી-ટુ-એર એલઇડી ટીવી મોડલ લોન્ચ કર્યું છે., જેથીવિવિધ સેગમેન્ટ અને પ્રાદેશિકની સાથે સાથે પ્રાદેશિક રેડિયો ચેનલનો અનુભવ પુરો પાડી શકાય તથા તમામ વય અને સમાજીક જુથોની જરૂરીયાતોને પૂર્ણ કરી શકાય.'

એલઇડી ટીવી રિમોટ કંટ્રોલથી સજજ છે. જે ટીવી અને ઇન-બિલ્ટ સેટ-અપ બોકસ બન્ને માટે કામ કરે છેરિમોટમાં ચેનલ લિસ્ટ માટે સમર્પિત કીનો સમાવેશ થાય છ.ે જયા કોઇ વ્યકિત સરળતાથી ટીવી ચેનલ અને ટીવી ચેનલ લીસ્ટ મેળવી શકે છે તથા ટીવી રેડિયો કીથી સરળતાથી ટીવી અને રેડિયો ચેનલની મજા માણી શકે છે.

મહત્વપૂર્ણ છે કે એલઇડી ટીવી ૩ર૦૮ સ્માર્ટ પાવર સેવિગ ટેકનોલોજીથી સજજ હોઇ ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છ.ે જેનાથી આર્થિક બચત પણ શકય બને છે તેનું ડિજિટલ નોઇઝ રિડકશન ફીચર આપ મેળે અવાજને ફિલ્ટર કેર છે અને શ્રેષ્ઠ સાઉન્ડ ઇફેકટ પેદા કરે છ.ે

(4:39 pm IST)