Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રૂ. એક લાખ ૧૦ હજારનો ચેક પાછો ફરતાં આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ, તા. ર૩ :  રાજકોટ તા. ર૭  રૂ. ૧,૧૦,૦૦૦/- નો ચેક રીર્ટન થતા આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચેર રીર્ટનની ફરીયાદ થતા આદાલતેે સમન્સ કાઢવાનો હુકમ કરેલ છે.

ફરીયાદીની ટુંક વિગત એવી છે કે આર કામના ફરીયાદી જનરલ બલવંતસિંઘ રહે. ૧૦૬, ફર્સ્ટ ફલોર, અમૃતા એસ્ટેટ, એમ.જી. રોડ, જી. રાજકોટ, નોકરી કરે છે. જયારે આ કામના આરોપી હુસેનભાઇ હામીરભાઇ રાજા, રહે. માન સરોવર સોસાયટી, હોર્મ નં. ૩૧,૩ર,૩૩ જુનુ બસ સ્ટેન્ડ ગેટની બાજુમાં, ભચાઉ (કચ્છ) ગુજરાત, નોકરી કરે છે. આમ, આ કામના આરોપી તથા આ કામના ફરીયાદી બન્ને નોકરી કરતા હોય અને નોકરીના કાર્યકાળ દરમિયાન બન્નેની મુલાકાત થયેલી હોય અને તેના દ્વારા મિત્રતાનો સંબંધ બંધાયેલ હોય, તે સંબધના લીધે આ કામના આરોપીને તેમના અંગત ઉપયોગ માટે નાણાંની જરૂરીયાત ઉપરસ્થિત થતા આ કામના આરોપીએ આ કામના ફરીયાદીને વાત કરતા ફરીયાદીએ સંબંધના નામતે ઓળખાણના હિસાબે આ કામના આરોપીને રકમ રૂ. ૧,૧૦,૦૦૦/- અંકે રકમ રૂપિયા એક લાખ દસ હજાર પુરા રોકડા આપેલ છે. જયારે આ કામના આરોપીએ આ કામના ફરીયાદી પાસેથી લીધેલ લેણી રકમ ચુકવવા પેટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, ભચાઉ, કચ્છ શાખાનો એક એકાઉન્ટ પેય ચેક આ કામના ફરીયાદીને આપેલ હતો.

આ ચેક તા. ર૧-૦૮-ર૦૧૭ના રોજ   રકમ રૂ. ૧,૧૦,૦૦૦/- નો આપેલ હતો જે ચેક આ કામના ફરીયાદી એ તા. ૦૮-૯-ર૦૧૭ના રોજ સદરહું ચેક પોતાના ખાતાવાળી સિંડિકેટ બેંક, રાજકોટમાં વટાવવા અર્થે રજૂ કરતા સદરહું ચેક પરત ફરેલ. જે અંગે આ કામના ફરીયાદીએ અમારા એડવોકેટ અજય એમ. ચૌહાણ મારફત લીગલ નોટીસ આપીને જાણ કરી હોવા છતાં આજદીન સુધી આ કામના ફરીયાદીને સદરહું ચેકની રકમ નહી આપતા તેમજ નોટીસનો કોઇ જવાબ આપેલ નહીં જેથી આ કામના ફરીયાદી જરનેલ બલવંતસિંઘએ આ કામના આરોપી હુસેનભાઇ હામીરભાઇ રાજા વિરૂધ્ધ ઘી નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની રાજકોટના એડી. ચીફ.જયુ. મેજી.ની કોર્ટ સમક્ષ ફરીયાદ કરી છે અને આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા અદાલત દ્વારા સમન્સ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરીયાદી જરનેલ બલવંત સિંઘ તરફે ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ, કમલેશ એચ. વોરા તથા ડેનિશ જે. મહેતા એડવોકેટસ રોકાયેલા હતા.

(4:04 pm IST)