Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સાડા પાંચ લાખના ત્રણ ચેક રીર્ટન કેસમાં આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ

રાજકોટ તા. ર૩: રૂ. પાંચ લાખ પચાસ હજારના જુદા-જુદા ત્રણ ચેકો રીટર્ન થતા ફરીયાદીને કેસ દાખલ કરતા આરોપીને હાજર થવા સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં કોઠારીયા રીંગ રોડ પર, ર-રણુજાનગરમાં આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ તથા મારૂતિ અર્થમુવર્સના પ્રોપરાઇટર સંજય નારણભાઇ સખીયાએ પી.એમ. બેવરેજીસના ઓથોરાઇઝડ સીગ્નેટરી પ્રણવ ધીરૂભાઇ ભુતને તેઓના ધંધાના વિકાસ અર્થોે આપેલ રકમ રૂ. પ,પ૦,૦૦૦/- પરત ચુકવવા માટે પ્રણવ ધીરૂભાઇ ભુતએ તેઓની પેઢીના ઓથોરાઇઝડ સીગ્નેટરી દરજજે ફરીયાદીને તેઓની કાયદેસરની લેણી રકમ પરત ચુકવવા આપેલ અલગ અલગ રકમના ત્રણ ચેકો રીટર્ન થતા, તે સબંધે અદાલતોમાં ત્રણ જુદી જુદી ફરીયાદો દાખલ કરતા, ત્રણેય કેસોમાં રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી. સાહેબે પી.એમ. બેવરેજીસ તથા પ્રણવ ધીરૂભાઇ ભુત વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરી અદાલતમાં હાજર થવા હુકમ ફરમાવેલ છે.

કેસની હકિકત જોઇએ તો, રાજકોટ શહેરમાં કોઠારીયા રીંગ રોડ પર, ર-રણુજાનરમાં આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ તથા મારૂતિ અર્થમુવર્સના પ્રોપરાઇટર શ્રી સંજય નારણભાઇ સખીયાએ પી.એમ. બેવરેજીસ, શ્રી પ્રણવ ધીરૂભાઇ ભુત વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ કરેલ.

ફરીયાદ ચેક તેઓના બેન્ક ખાતામાં રજુ રાખશે એટલે ચેકો સ્વીકારાય જશે, પરત ફરશે નહીં, તેવા પર ભરોસો રાખી સ્વીકારેલ ત્રણેય ચેકો ફરીયાદીએ તેઓના બેન્ક ખાતામાં રજુ રાખવા ચેકો સ્વીકારયેલ નહીં અને ફંડસ ઇન્નસફીશીયન્ટના કારણોસર ચેકો રીટર્ન થતા તેની જાણ કરતા યોગ્ય પ્રતિભાવ કે પ્રત્યુતર આપવાના બદલે ઉધ્ધતાઇભર્યું વર્તન કરતા ફરીયાદીએ તેના એડવોકેટ મારફત તહોમતદારોને ડીમાન્ડ નોટીસ પાઠવેલ, જે ડીમાન્ડ નોટીસો મળી જવા છતાં ઓફીશ્યલ પીરીયડમાં ફરીયાદીનું કાયદેસરનું લેણું અદા ન કરતા ફરીયાદીએ તહોમતદારો વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં જુદી જુદી ત્રણ ફરીયાદો દાખલ કરી દસ્તાવેજી પુરાવા રજુ કરી રજુઆત કરેલ. અદાલતમાં ત્રણેય કેસોમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી સંજયભાઇ સખીયા વતી રાજકોટના સુરેશ ફળદુ એસોસીએટસના એડવોકેટસ જય પારેડી, કૈલાસ જાની, સહદેવ દુધાગરા તથા હિરેન ડોબરીયા રોકાયેલ છે.

(4:03 pm IST)