Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમેરીકાની નાગરીકતા મેળવવી હવે સરળ છે

પટેલ હોવ કે ના હોય, ડીગ્રી હોઈ કે ના હોઈ, દેશ-વિદેશના વિઝાની મંજૂરી તમારા પાસપોર્ટ પર લાગેલી હોઈ કે ના હોઈ, આવકવેરાનું રિર્ટન ૨ લાખનુ ભર્યુ હોઈ કે ૨૦ લાખનું, કોઈપણ પ્રકારનો ફરક પડતો નથી. અમેરીકામાં સ્થળાતંર કરવાનો એક માત્ર સરળ રસ્તો જો કોઈ હોઈ તો એ ઈબી-૫ છે. યુ.એસ. સરકાર ઈબી-૫  માર્ગ દ્વારા દુનિયાના હર એક નાગરીકને અમેરિકામાં આજીવન રહેવા માટેની તક આપે છે. માત્ર ૩.૫ કરોડના રોકાણ દ્વારા તમે યુ.એસ.નુ ગ્રીન કાર્ડ મેળવી શકો છો. ચાલો જોઈએ ઈબી-૫ સ્કીમ શું છે.

(૧) ઈબી-૫ ઈમીગ્રેશન પ્રોગ્રામ શું છે. ઈ.બી.-૫ એ યુ.એસ.એની ખાસ પ્રકારની સ્કીમ છે જેમાં કોઈપણ વ્યકિત ૩.૫ કરોડ રૂપીયાના રોકાણ દ્વારા અમેરીકાનુ ગ્રીન કાર્ડ મેળવી શકે છે. આ સ્કીમ હેઠળ માત્ર કુટુંબના એક જ વ્યકિતને રોકાણ કરવું પડે છે, જે રોકાણ સામે પરીવારના દરેક સદસ્યોને એક સાથે ગ્રીન કાર્ડ આપી દેવામાં આવે છે.

(૨)ગ્રીન કાર્ડ મેળવવામાં કેટલો સમય લાગે છે? છેલ્લા ૨ વર્ષથી મંજૂરીનો સમયગાળો ૧૮ મહીનાનો હતો. હાલમાં મંજૂરીનો સમયગાળો ૨૪ મહીનાનો છે.

(૩) ૩.૫ કરોડનું રોકાણ કયાં કરવુ પડે છે? તમારી મરજી અને પસંદગી અનુસાર તમે અમેરીકામાં કોઈપણ હોટેલ, હોસ્પિટલ, રેસિડેન્સીઅલ એપાર્ટમેન્ટ, વ્યાવસાયિક ઓફિસ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અથવા રેસ્ટોરન્ટ જેવા અનેક વ્યવસાયોમાં રોકાણ કરી શકો છો.

(૪) રોકાણ કરેલા કયાં કરવુ પડે છે? પ્રોજેકટમાં રોકાણ કરતા પહેલા તેની સંપૂર્ણ રીતે ચકાસણી કરવાથી નાણા પરત મેળવવાની સંભાવના નકકી કરી શકાય છે. એક નિષ્ણાંત દ્વારા યોગ્ય કાર્યવાહી કરાવવાથી નાણા ગુમાવાના સંજોગોના બરાબર થઈ જાય છે. વાસ્તવિકતા એ છે કે ભૂતકાળમાં ઘણા લોકોએ તેના નાણા ગુમાવેલ છે, જેનું એક માત્ર કારણ તેમને અપાયેલી ખોટી સલાહ છે. જો કોઈ નાણાકીય નિપુણતા ધરાવે છે અને ભારત તથા યુ.એસ.ની કાયદાકીય જોગવાઈઓ જાણે છે, તો તે ચોકકસ પણે તમને વિઝા મેળવવામાં જ નહીં પરતું નાણા પરત મેળવવાની પણ ખાતરી કરાવી શકે.

(૫) ઈબી-૫ માં સફળતા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો શું છે? ૬ બાબતો સૌથી મહત્વની છે.(૧) એક કુશળ એકાઉન્ટન્ટ દ્વારા ફંડના સ્ત્રોતોનું દસ્તાવેજીકરણ કરવું. (૨)રોકાણ કરતા પહેલા નિષ્ણાંત હસ્તક તેની યોગ્ય કાર્યવાહી કરાવવી.(૩) રોજગારીનુ સર્જન કરવુ અને આર્થિક વિશ્લેષક પાસે તેની ચકાસણી કરવી. (૪) ભારતીય આવક કરવેરાને ધ્યાનમાં રાખવુ અને ખાસ તો એવુ કોઈ પગલુ ન લેવુ જેના કારણે યુ.એસ. ગ્રીન કાર્ડ મળી જાય પણ ભારતમાં તમારી આવકવેરાની બાબતે પ્રશ્નો ઉભા થાય. (૫) યુ.એસ.માં કરવેરાનું આયોજન કરવુ જેથી કરીને ભારત અને યુ.એસ. બન્ને દેશોમા કર ના ભરવો પડે. (૬) વિદેશમાં નાણા મોકલતી વખતે આરબીઆઈ/ ફેમા ના નિયમોનું પાલન. મોટાભાગના લોકોની એવી વિચારણા હોઈ છે કે માત્ર રોકાણ કરવાથી ગ્રીન કાર્ડ મળી જશે. વાસ્તવિકતા એ નથી. એક ઈબી-૫ સલાહકાર, જે ભારતીય કાયદાઓ સાથે યુ.એસની જરૂરિયાતોનો જાણકાર છે તે તમને સંપૂર્ણ માર્ગદર્શન આપી શકશે.

(૬) આ પ્રોગામના સંદર્ભમા આર.બી.આઈ ના શુ નિયમો છે? હાલમા  એલઆરએસ  સ્કિમ હેઠળ આર.બી.આઈ એ પ્રતિ નાણાકિય વર્ષ દરમિયાન વ્યકિત દિઠ માત્ર ડોલર ૨,૫૦,૦૦૦ મોકલવાની પરવાનગી આપી છે. કાનુની રીતે સંપૂર્ણ ભરણુ ડોલર ૫,૦૦,૦૦૦ મોકલવાની યોજના પણ થઈ શકે છે. મારા ટેકસ સલાહકાર જે ઈબી-૫ની પણ જાણકારી ધરાવે છે એ મદદ કરી શકે છે.

(૭) શુ આ પ્રોગ્રામ હેઠળ ઈન્વેસ્ટ્મેંટ કરતી વખતે ઈન્ક ટેકસના સંદર્ભમાં કોઈ આયોજન કરવાની જરૂર છે?  FATCAનો કાયદો ડબલ કરવેરાને આકર્ષિત કરશે જેને લીધે યોગ્ય કર આયોજન કરવુ જરૂરી ભારત-અમેરિકા વચ્ચેના DTAAકર રાહત અપાવી શકે છે.

(૮) ઉધાર પર લીધેલો ભંડોળ ઈબી-૫ માટે રોકાણ કરવા વાપરી શકાય છે? ઈબી-૫ હેઠળ રોકાણ કરવા માટે ઉધાર ભંડોળ વાપરી શકાય છે પણ તે ''સિકયોર્ડ'' હોવુ જોઈએ. સ્ટેમ્પ પેપર પરનો એક માત્ર કરાર નહિ ચાલે. ફરી તે મીલકત પર ચાર્જ રજીસ્ટર કરવાની યોગ્ય પ્રક્રિયા થયેલી હોવી જોઈએ જેના દ્વારા નાણા ઉધાર પર લીધેલ છે. લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટી (એલએપી)માં અમુક મુદ્દાઓ છે પરંતુ તેના વિકલ્પ માટે ઘણા કાનુની રસ્તાઓ છે.

(૯)ઘણા લોકો તેમના ફંડ સ્ત્રોત (એસઓએફ) શા માટે બતાવી શકતા નથી? અરજી સમયે કરેલ નબળુ ડોકયુમેંન્ટેશન રિજેકશન માટે અને પુરાવા માટેની વિનંતીનું મુખ્ય કારણ છે. USCIS ની ચકાસણીથી ટળવા માટે ફંડના સ્ત્રોત સંપૂર્ણ રીતે ડોકયુમેંન્ટેશન થયેલા હોવા જરૂરી છે. અમારી સલાહ ઈન્વેસ્ટમેન્ટ ઈંનકમને વિવિધ સ્ત્રોત દ્વારા સાબિત કરવાનું સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે જમીનના વેચાણની આવક દર્શાવત્તા હોય તો તમારે તમારા વેચાણ દસ્તાવેજની નકલ અને ખરીદીના દસ્તાવેજ સાથે આવક દર્શાવતા બેંકના સ્ટેટમેન્ટ ઉપરાંત ૨૬એએસ જે ટીડીએસની કપાત દર્શાવશે અને છેલ્લા ઈન્કમ ટેકસ રિર્ટન દર્શાવવા જોઈએ. આમ, સ્ત્રોતની 4-Tier   ચકાસણી થઈ શકે. જે પ્રોસેસિંગના સમયે USCIS ને ખાતરી આપશે.

(૧૦)બીજા દેશોની સરખામણીમાં ઈબી-૫ સ્કીમ કઇ રીતે સારી છે? યુએસએ સાથે કોઈ દેશની સરખામણી થઈ શકે નહી. સદભાગ્યે અને આશ્ચર્યજનક રીતે દુનિયાનુ સુપર પાવર અર્થતંત્ર હોવા છતા પણ ઈબી-૫ સૌથી સસ્તી સ્કિમ છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુ.કે.આ તમામ દેશોની સિટિઝનશીપ સ્કિમ કરતા યુએસ ગ્રીન કાર્ડની સ્કિમ ઘણી સસ્તી છે. ઉદાહરણ તરીકે, યુ.કે.ની સમાન સ્કિમ છે જેમાં ૧૬ કરોડનું રોકાણ કરવુ પડે છે. કેનેડામાં પણ રોકાણની રકમ યુએસએ ઈબી-૫ સ્કિમ કરતા વધારે છે.

રાજકોટની ઈબી-૫ ઈન્ડિયા એડવાઈઝરી પ્રા.લી. ના ડાઈરેકટર્સ સાથે ચર્ચા પરથી આ લેખનું નિર્માણ થયેલ છે.

 ઉત્સવ દોશી (મો.૯૮૨૫૫ ૩૬૯૭૨ )

(3:56 pm IST)