Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

૨૭મીએ વાંસદા રામમંદિરમાં રામ અર્ચના પૂજન

મુઝે ભૂલ જાના, પર નેત્રયજ્ઞકો નહીં ભૂલનાઃ પૂ.રણછોડદાસજી મહારાજઃ આવતા મંગળવારે સવારે ૮ થી ૧ સુધી ક્રર્યક્રમો ગુરૂ ભાઈ- બહેનો માટે રહેવા - મહાપ્રસાદની વ્યવસ્થા

રાજકોટઃ  વાંસદા (જિ.નવસારી) ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં પૂ.મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસજી મહારાજની ઉપસ્થિતિમાં તા.૨૭ ફેબ્રુઆરી, મંગળવારના રોજ શ્રી રામ અર્ચના પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. (શ્રી રામમંદિર, ગઢી ધર્મશાળા, વાંસદા, જિ.નવસારી, સવારે ૮ થી ૧)

મુખ્ય યજમાન કેતનભાઈ ત્રિભુવનભાઈ કોન્ટ્રાકટર, મુંબઈ છે. આ ધર્મયજ્ઞમાં સૌરાષ્ટ્ર- ગુજરાત તથા સમગ્ર દેશમાંથી પધારતા ગુરૂ ભાઈ- બહેનો માટે વાસંદા ખાતે પ્રસાદ તથા રહુેવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સમગ્ર આયોજનને શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (રાજકોટ), શ્રી રામજી મંદિર ટ્રસ્ટ (ગોંડલ), શ્રી સદગુરૂ સેવા સંઘ (ચિત્રકૂટ), શ્રી સદગુરૂ સેવા સંઘ (અનંતપુર), શ્રી રામધામ ટ્રસ્ટ (પુષ્કર), શ્રી પતિત પાવનજી ભગવાન સેવા સમિતી (રાજકોટ), તથા સર્વે ગુરૂ ભાઈ- બહેનોએ શુભેચ્છા આપી છે. સૌ ધર્મપ્રેમીજનોને સહ પરીવાર પધારવા પૂ.સંતશ્રી રણછોડદાસજીબાપુ આંખની હોસ્પીટલ, ધન્વંતરી ટ્રસ્ટ, વાંસદાના ડો.કિર્તીકુમાર વૈદ્ય (મો.૯૪૨૬૫ ૨૮૦૮૮, ફોનનં. (૦૨૬૩૦) -૨૨૩૬૭૯) એ ભાવભિનું આમંત્રણ પાઠવ્યું છે.

મુઝે ભુલ જાના પર નેત્ર યજ્ઞ કો નહીં ભૂલના- પૂ.રણછોડદાસજી મહારાજ

માનવ ધર્મના મહાન પ્રણેતા પૂ.રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી સેવારત ધન્વંતરી ટ્રસ્ટ આંખની હોસ્પિટલ દ્વારા- વાંસદા (દક્ષિણ ગુજરાત) ના આદિવાસી વિસ્તારોમાં નેત્રના રોગો માટે અનન્ય સેવા થઈ રહી છે. આજુબાજુનો વિસ્તાર જેવા કે સુરત, પારડીપ વાપી અને બોરીવલીથી અનુભવી અને નિષ્ણાંત આંખના તબીબીની ટીમ અહીં ઓપરેશન તેમજ સેવા અર્થે આવે છે.

ડો.ર્કિતીકુમાર એમ.વૈદ્ય- એમ.બી.બી.એસ. મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ૧૯૫૬માં એમ.બી.બી.એસ ની ઉપાધી (ડીગ્રી) મેળવી સતત ૧૨ વર્ષ સુધી મુંબઈમાં સ્થાયી થઈ ફેમીલી ફીઝીશ્યન તરીકે લોકોની સેવા કરી પૂ.રણછોડદાસજી બાપુના આશીષ અને પ્રેરણાએ સેવાભાવના તરફ પગ માંડવા આર્શીવાદ આપ્યા અને મહાનગરી મુંબઈને અલવિદા કરી દક્ષિણ ગુજરાતમાં વાંસદાના ૧૯૬૮ થી નિવાસી બન્યા સંપૂર્ણ ગ્રામ્યલક્ષી અને ઉમદા પ્રયાસોથી પૂર્ણ સમય લોકસેવા તરીકે સ્વીકારી ગ્રામ્ય વિસ્તારમાં સામાજીક, આર્થિક, આરોગ્યલક્ષી વિકાસને પ્રાધાન્ય આપી ભેખધારી બની રહયાં છે અને અનન્ય સેવાશ્રમ અને પરોપકારી જીવનમંત્ર અપનાવી પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી સત્કાર્યો કરી રહયાં છે.

ધનવંતરી આંખની હોસ્પિટલમાં ૧૧૦ બેડની વ્યવસ્થા છે. દરરોજ દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી ગરીબ તેમજ જરૂરીયાતવાળા દર્દીઓ આંખની નિઃશુલ્ક સારવાર માટે આવે છે. પ્રતિદિન અનેકો જરૂરીયાતમંદ દર્દીઓમાંથી અંદાજે ૩૦ દર્દીઓને દરરોજ તપાસ્યા બાદ દાખલ કરવામાં આવે છે અને સારવાર કરવામાં આવે છે.

ભીખુભાઈ સી.જલુંધવાલા સુપર સ્પેશ્યાલીસ્ટ આંખની હોસ્પિટલમાં ઈન્ડોર વોર્ડસ ઓપરેશન થીયેટર, એકઝામીનેશન રૂમ્સ, રેસીન્ડેસીયલ કવાટર્સ, ડાઈનીંગ હોલ દાનવીરોના નામકરણ સહિત વિભાગો છે. ધનવંતરી આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ઈન્ડોર વોર્ડ (૧૧૦પથારી), ઓપરેશન થીએટર, ડાઈનીંગ હોલ, એકઝામીનેશન રૂમ, એક (ડોકટર્સ) નિવાસ ફલેટ, નેઈમવાળી હોસ્પિટલ બીલ્ડીગ સાધન સામગ્રી, માઈસ્ક્રોપ, વેસેકટોમી મશીન, ઓસીટીક ફન્ડસ કેમેરા, ગ્રીનલેસર (વિસ્યુઅલ- ૫૩૨), પેરીમીટર એચ.એફ.ઓ., સ્લીપ લેમ્પ (એલ.એલ.૧૨૦), ડીજીએચ પંચમીટર બી સ્ક્રેન, ઈટીઓ મશીન, ઓટો બેન્શોમીટર, સ્પેકયુલા માઈક્રોસ્ક્રોપ, દર્દીની પથારી પેકર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

(૧) ધનવંતરી ટ્રસ્ટની કાર્યવાહીઃ આરોગ્યલક્ષી પ્રવૃતિ કરે છે.

(૨) સાંદીપની ટ્રસ્ટની કાર્યવાહીઃ શૈક્ષણીક વોટરશેડ, સમાજીક પ્રવૃતિઓ કરે છે.

(૩)સંત બનાદાસ સેવા સંઘની કાર્યવાહીઃ કૃષિલક્ષી વોટરરોડ, સામાજીક પ્રવૃતિઓ કરે છે.

નવસારી જીલ્લામાં વાસદા તાલુકા, ધરમપુર, કાપરડા, તાલુકા (વલસાડ), સોનગઢ, વ્યારા, ઉચલ, માંડવી અને ઉમરપાડા તાલુકાઓ (સુરત તથા વાપી જિલ્લામાં) ડાંગ જિલ્લા સહિત ૩૨૦ ગ્રામ્ય વિસ્તારમાં આ સેવાકીય પ્રવૃતિ ચાલે છે.

પૂ.સંતશ્રી રણછોડદાસજીબાપુ આંખની હોસ્પિટલ, મોગરાવાડી, વાંસદા, જિ.નવસારી, ફોન નં.(૨૬૩૦)-૨૨૩૬૭૯, ડો.કિર્તીકુમાર (કનુભાઈ) વૈદ્ય (મો.૯૪૨૬૮ ૦૮૫૬૦)

(11:38 am IST)