Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

રજપુત ખવાસ સમાજમાં ઉત્સાહ... ધ્રાંગધ્રામાં સોમવારે દેશળદેવ મંદિરના જીર્ણોધ્ધારાર્થે ખાતમુહુર્ત-મહાસંમેલન

રપ થી ૩૦ હજાર જ્ઞાતિજનો ઉમટી પડવાની ધારણાઃ રકતદાન કેમ્પ, લોકડાયરો સહિતના કાર્યક્રમો : રાજકોટથી પણ પ૦ બસો, ૪૦૦ મોટર કારની વ્યવસ્થાઃ ભલાભાઇ ચૌહાણે ઝડપેલા બીડાને સૌએ વધાવ્યુ

સૌને વ્યવસ્થારૂપ જવાબદારી...સંત શ્રી દેશળદેવ મંદિરના જીર્ણોધ્ધારાર્થે વિગતો વર્ણવતા અગ્રણીઓ, ઉપસ્થિત ભાઇ-બહેનો અને યુવાનો  દર્શાય છે.

 

રાજકોટ તા.રર : અહીના દેશળભગત ટ્રસ્ટ તથા રજપુત ખવાસ જ્ઞાતિ દ્વારા તા.રપમીએ ધ્રાંગધ્રા ખાતે સંતશ્રી દેશળદેવ મંદિર (સમાધી)નો જીર્ણોધ્ધારનું ખાતમુહુર્ત-મહાસંમેલન યોજાનાર હોવાથી જ્ઞાતિજનોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

દરમિયાન મવડી પ્લોટના આગેવાન ભલાભાઇ ચૌહાણના અધ્યક્ષસ્થાને દેશળદેવ મંદિરે ઓમનગર ખાતે મીટીંગમાં જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, સમૂહલગ્ન સમિતિ તથા રાજકોટના દરેક વિસ્તારમાંથી અંદાજે એક હજારથી વધારે કાર્યકર ભાઇઓ, બહેનોની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા જવા માટેની તમામ તૈયારીઓ, વ્યવસ્થા બાબતે વિચારણા કરી જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી.

આ અંગે અગ્રણીઓનું કહેવુ છે કે મંદિરના છેલ્લા ૧૦૦ વર્ષના ઇતિહાસમાં ડોકીયુ કરીયે તો વિકાસ થવો જોઇએ તેટલો થયો નથી તેથી ભલાભાઇએ પહેલ કરી અને બીડુ ઝડપ્યુ હતુ કે, કંઇક છુટવુ છે. સમાજનું ઋણ અદા કરવુ છે. રપમીએ જ્ઞાતિનું વિશાળ સંમેલન, મંદિરના જીર્ણોધ્ધારનું ખાતમુહુર્ત, ધજા આરોહણનો કાર્યક્રમ રાખેલ છે. ખાતમુહુર્ત ઠોળીયા ખાતે પ્રસિધ્ધ અખંડ આનંદ આશ્રમના સંત દેવરામબાપુના હસ્તે તથા ધજારોહણ રાજકોટના ગુલાબદાસ બાપુના હસ્તે કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા મવડી પ્લોટ સમૂહલગ્ન સમિતિ તેમજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વસતા સમાજના આગેવાનો, કાર્યકરો જહેમતશીલ છે. અંદાજીત ૪૦ થી પ૦ બસો તથા ૩૦૦ થી ૪૦૦ ફોરવ્હીલની વ્યવસ્થા કરાશે. જે કોઇ નામ નોંધાવવામાં બાકી હોય તેઓ મુકેશભાઇ વાઘેલા ૮૦૦૦૮-૧૮૭૧૯ દેશળદેવ મંદિર, રમેશભાઇ એમ. ચૌહાણ તથા જગદીશભાઇ ૯૩૭પર-૧૮૩૦પ નવલનગર-૩નો છેડો, ભીખુભાઇ રાઠોડ તથા જેન્તીભાઇ પરમાર ૮૪૦૧૭-પ૩રપ૮ નવલનગર તથા શ્રીનાથજી, જીવણભાઇ ચૌહાણ ૯૮૯૮૦-૫૦૯૩૩ ભગતસિંહ ગાર્ડન, રણજીતભાઇ ડાભી તથા વજુભાઇ ચૌહાણ ૯૮૭૯૯-૧૯૦૨૯ દેશળદેવ મીધશ્ર, નટુભાઇ આર. મારૂ ૯૬૩૮૦-૨૭૪૫૭ સુર્યમુખી ચોક, નીતિનભાઇ એચ. કબર ૯૯૨૫૩-૬૧૫૪૧ કોઠારીયા સોલવન્ટ, રવિ મનુભાઇ ચૌહાણ ૯૭૨૭૨-૭૦૭૪૧ લક્ષ્મીવાડી, ધર્મેશભાઇ ચૌહાણ ૯૯૨૫૧-૨૭૯૮૮ રાજમોતી મીલ, પ્રવિણભાઇ રાઠોડ તથા હિરેનભાઇ રાઠોડ ૯૫૫૮૧-૪૦૯૪૪ લક્ષ્મીનગર, વિનુભાઇ બી. ગોહિલ ૯૪૨૬૨-૪૦૨૩૨ ગીતાનગર, જેન્તીભાઇ એલ. જાદવ ૯૮૨૪૯-૦૬૮૩૪ મીલન હોલ, જીતુભાઇ એન. બારડ ૯૮૨૪૮-૯૧૦૨૬ રૈયા ચોકડી, દિનેશભાઇ ચૌહાણ ૯૭૨૫૮-૬૬૫૫૪ ઉદયનગર, પ્રવિણભાઇ ભટ્ટી ૯૮૯૮૬-૨૨૬૩૨, મયુરભાઇ ખેર્રયા ૭૪૦૫૧-૦૦૦૦૧ વિજય પ્લોટ બજરંગ પાન, ભુપતભાઇ આર. ચૌહાણ ૯૯૯૮૮-૩૯૩૫૧ ઢેબર કોલોની, સુરેશભાઇ વાજા ૯૪૦૯૭-૧૨૨૯૯ ગાંધીગ્રામ, અતુલભાઇ સોલંકી ૯૯૨૫૧-૨૮૪૫૧ યુનિવર્સિટી, યોગેશભાઇ બી. ચૌહાણ ૯૪૨૬૯-૮૭૬૧૮ શિવાની બેટરી, ૧પ૦ ફુટ રીંગ રોડ, ચિરાગભાઇ વાઘેલા ૯૭૨૩૯-૭૯૭૧૦ જલારામ સોસાયટી, જેન્તીભાઇ ડાભી ૯૭૧૪૪-૩૦૦૦૯ શ્રીનાથજી, ૧પ૦ ફુટ રીંગ રોડ અને ગુલાબભાઇ કે. ચૌહાણ ૯૯૯૮૧-૪૩૪૪૩ નવલનગરનો સંપર્ક કરી શકે છે.

આયોજકોનું કહેવુ છે કે, અંદાજે રપ થી ૩૦ હજારની સંખ્યામાં જ્ઞાતિજનો એકત્રિત થવાની હોવાથી સંપુર્ણ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે. સવારે ચા-પાણી, નાસ્તો અને મહાપ્રસાદની પણ વ્યવસ્થા સાથે જ લોકસંસ્કૃતિના જાણીતા કલાકાર માયાભાઇ આહિર પણ કલા પીરસશે... બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થવાનુ છે સૌ જ્ઞાતિજનોને લાભ લેવા ભલાભાઇ ચૌહાણ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:51 pm IST)