Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કાલથી ત્રિદિવસીય પુસ્તક મહાપર્વઃ ૨૫ ટકા વળતર અપાશે

સરદાર પટેલની ૬૭મી પુણ્યતિથિ નિમિતે સરદાર પટેલની સ્મારકભવન (કિસાનપરા)માં આયોજન : પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ઉદ્દઘાટનઃ પુસ્તક પ્રેમીઓને ઉમટી પડવા આહવાન

રાજકોટ, તા.૨૨ : અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૬૭મી પુણ્યતિથી નિમિત્તે રાજકોટના શ્રી સરદાર પટેલ સ્મારક ભવન દ્વારા આયોજિત કાર્યક્રમની શૃંખલામાં આગામી તા.૨૩/૨૪/૨૫ (શનિ/રવિ/સોમ) ત્રીદિવસય પુસ્તક મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે. કિસાનપરા ચોક, રેસકોર્ષ, રાજકોટ ખાતે આવેલ સરદાર પટેલ સ્મારક ભવનના પ્રાંગણમાં આશરે ૫૦૦૦ ચોરસ ફૂટની વિશાલ જગ્યામાં આયોજિત આ પુસ્તક મેળામાં ગુજરાતી ઉપરાંત ભારતભરના મુખ્ય તમામ પ્રકાશકોના ગુજરાતી સહિત તમામ પુસ્તકો ૨૫ ટકાના માતબર વળતરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પુસ્તક મહાપર્વના આયોજનમાં ટ્રસ્ટને સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટનો સહયોગ મળ્યો છે.

આ સમગ્ર આયોજનની વિગત આપતા સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટના મંત્રી અલ્પનાબેેન ત્રિવેદીએ(મો.૯૮૭૯૦ ૦૯૯૨૯)જણાવ્યું હતું કે આજના ડીજીટલ યુગમાં પણ લોકોનો વાંચના પ્રેમ બરકરાર છે. બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓઅ અને સૌ કોઈને સારું, સાત્વિક અને જીવનઘડતરમાં ઉપયોગી બને તેવું સાહિત્ય વાંચવું ગમે છે. આવું સાહિત્ય વિશાળ પ્રમાણમાં ઘરઆંગણે ઉપલબ્ધ બને તે મારે આ પુસ્તક મહાપર્વનું આયોજન કરવામાંં આવ્યું છે. આ પુસ્તક મહાપર્વની સૌથી મોટી વાત એ છે કે તેમાં ગુજરાતી સહિત તમામ પુસ્તકો પર ૨૫ ટકાનું માતબર વળતર આપવામાં આવશ.ે સામાન્ય રીતે વાચકોને પુસ્તકમેળાઓમાં ૧૦ટકા જેટલું જ વળતર મળતું હોય છે. પુસ્તકાલયો અને બલ્કમાં પુસ્તકોની ખરીદી થતી હોય તો ૨૦ થી ૨૫ ટકા વળતર આપવામાં આવે છે જયારે આ પુસ્તક મહાપર્વમાં કોઈપણ     કિંમતના કોઈપણ પુસ્તક પર ૨૫ ટકા વળતર આપવામાં આવશે.

આ પુસ્તક મહાપર્વમાં ગુજરાતીના વિખ્યાન લેખકો અને પ્રકાશકોના તમામ પ્રકારના પુસ્તકો મળી રહેશે જેમાં, બાળ સાહિત્યના પુસ્તકો, વ્યકિતત્ત્વ વિકાસના પુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકો, નવલકથા, નવલિકા, જીવનચરિત્રો, આરોગ્ય અને રસોઈના પુસ્તકો, વિદ્યાર્થીઓને ઉપયોગી સાહિત્ય, શાળા-કોલેજને ઉપયોગી સાહિત્ય, ર્સ્પધાત્મક પરીક્ષામાં ઉપયોગી પુસ્તકો, બેસ્ટસેર અનુવદિત પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, ભેટ આપવા માટેના પુસ્તકો, ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દી પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકો પર ૨૫ટકા વળતર મળવાનું હોવાથી વ્યકિતગત લાયબ્રેરી, શાળા કોલેજની લાયબ્રેરી, સંસ્થાઓની લાયબ્રેરી અને ભેટ આપવા માટે પુસ્તકોની ખરીદી માટેનો અણમોલ અવસર છે.

આ પુસ્તક મહાપર્વનું ઉદઘાટન આવતીકાલે તા.૨૩ને શનિવારના રોજ સવારે ૧૦ કલાકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે થશે. આ પ્રસંગે સરદાર પટેલ ટ્રસ્ટના પ્રમુખ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પણ ઉપસ્થિત રહેશે. પુસ્તક મહાપર્વ તા.૨૩, ૨૪ અન. ૨૫ એમ ત્રણ દિવસ સવારે ૧૦ થી રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ પુસ્તક મહાપર્વનો બહોળી સંખ્યામાં લાભ લેવા સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અપીલ કરાઈ છે.

(3:51 pm IST)