Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કોમ્પ્યુટર જગતના મહામાનવની ચિરવિદાય મિત્રોના મિત્ર વિક્રમભાઈ

સૌરાષ્ટ્રમાં કોમ્પ્યુટર યુગ લાવનાર શ્રી વિક્રમભાઈ પંડ્યા આજે સવારે હૃદયરોગનો હુમલો આવતા આંચકા સાથે મિત્રો વચ્ચેથી રૂખસદ થયા છે. વિક્રમભાઈ મિત્ર તરીકે ઉત્તમ હતા તેનો દાખલો ટેકનોકેટ સામ પિત્રોડા સાથેની ભાઈબંધી હાલમાં જ શ્રી શામ પિત્રોડા રાજકોટ આવેલ ત્યારે ''અકિલા'' સાથેના પારિવારિક સંબંધના નાતે શ્રી વિક્રમભાઈ પણ સાથે આવેલ. આ તકે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે દશકોથી મિત્રતાથી જોડાયેલ શ્રી વિક્રમભાઈની મુલાકાત દરમિયાન મિત્રતા પણ છલકાય આવી હતી. તસ્વીરોમાં શામ પિત્રોડા સાથે ત્યારબાદ શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અને નીચેની તસ્વીરમાં મિત્રો શામ પિત્રોડા, શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા શ્રી હિમાંશુભાઈ સાથે નિર્દોષ ચર્ચામાં હાસ્ય સાથે શ્રી વિક્રમભાઈ કાયમી સ્મૃતિ બની ગયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:45 pm IST)