Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કાલે કણસાગરા મહિલા કોલેજમાં નેશનલ કોન્ફરન્સ

૩૦૦ ડેલીગેટસ અને રરપ રીસર્ચ પેપર્સ જર્નલ્સમાં પ્રસિધ્ધ થશે

રાજકોટ તા. રરઃ અહીંની શ્રીમતી કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ દ્વારા તા. ર૩મી ડિસેમ્બર ર૦૧૭ શનિવારના સવારે ૯:૪પ થી ''ઇન્ટરડિસિપ્લીનરી ઇનોવેટીવ ટ્રેન્ડસ ઇન બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ કહ્યુમિનિટિઝ''  (IITBMH-2017) વિષયક ત્રીજી નેશનલ રિસર્ચ કોન્ફરન્સનું કોલેજ કેમ્પમાં આવેલ પૂ. બાપૂજી ઓડિટોરિયમ ખાતે આયોજન થયું છે.

શ્રી સૌરાષ્ટ્ર એજયુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડન્ટ કિરણભાઇ પટેલ નેશનલ કોન્ફરન્સના પેટ્રન છે. અતિથિ વિશેષપદે ડો. દક્ષાબેન પી. ચૌહાણ, સિન્ડિકેટ મેમ્બર અને પ્રિન્સીપાલ એમ. ટી. ધમસાણીયા કોલેજ, વિજયભાઇ પટેલ તથા પ્રિન્સીપાલ જે. એચ. ભાલોડીયા વિમેન્સ કોલેજ, રાજકોટ ડો. એન. એમ. કાનાણી ઉપસ્થિત રહેશે.

નેશનલ રિસર્ચ કોન્ફરન્સના કિનોટ સ્પીકર સર્જનાત્મક લેખક, વકતા અને કોલમીસ્ટ પ્રોફે. ડો. ભદ્રાયુભાઇ વછરાજાની અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના પ્રોફે. ડો. હિતેશ શુકલા રહેશે.

શ્રીમતી કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. રાજેશ કાલરીયાના માર્ગદર્શનમાં યોજાયેલ આ નેશનલ રિસર્ચ કોન્ફરન્સના સેક્રેટરીશ્રી ડો. જયેન્દ્ર એ. જારસાણીયા અને ડો. શૈલેષ એન. રાણસરિયા તથા સમગ્ર ટીચીંગ-નોનટીચીંગ સ્ટાફની જહેમતથી આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત સહિતના વિવિધ રાજયોનાં આશરે ૩૦૦ થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે. જયારે યુ.જી.સી. માન્ય જર્નલ્સમાં રરપ જેટલા રિસર્ચ પેપર્સ પબ્લિસ થશે.

કોન્ફરન્સની વિશેષતા છે કે નેશનલ કોન્ફરન્સના સહભાગી રરપ થી વધુ સંશોધકો દ્વારા રજૂ થયેલા રિસર્ચ પેપર્સ પ્રિન્ટીંગ-પબ્લિકેશન સાથે, તે જ દિવસે-કોન્ફરન્સ સમયે જ યુ.જી.સી. માન્ય અને ISSN નંબર ધરાવતી જર્નલમાં સમાવિષ્ટ છે તે તમામ ડેલિગેટ્સને 'કીટ' માં જ અર્પણ થશે. 

(3:35 pm IST)