Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જંગલેશ્વરમાં નામચીન રહેમત ઉર્ફે રમાની વરલી જુગારની ક્લબ પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો :40 પકડાયા

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય,બી, જાડેજા -એલ,એલ.ચાવડા,અને પીએસઆઇ ગરચર તથા ટીમની કામગીરી

 રાજકોટ : શહેરના જંગલેશ્વરના હુસેની ચોકમાં નામચીન મહિલા રહેમત ઉર્ફે રમા જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને 40 શખ્શોને વરલી ફિચરનો જુગાર રમતા ઝડપી પાડયા છે, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય,બી, જાડેજા -એલ,એલ. ચાવડા ,અને પીએસઆઇ ગરચર તથા ટીમ દ્વારા આ કામગીરી કરી હતી , રોકડ રકમની હાલ ગણતરી થઇ રહી છે વધુ વિગતની રાહ જોવાઈ રહી છે

 

(7:33 pm IST)