Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

એડવોકેટ અશોકસિંહ વાઘેલા સાથે પોલીસ ઇન્‍સ્‍પેકટરની ગેરવર્તણુક બાબતે બાર એસોસીએશનની રજુઆત

રાજકોટઃ ગઈકાલે પ્રદ્યુમનનગર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વ્‍યાસ દ્વારા  રાજકોટ ના વકીલ અશોક સિંહ વાઘેલા સાથે કરવામાં આવેલ ગેરવર્તનના સંદર્ભે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અર્જુનભાઈ પટેલની આગેવાનીમાં રાજકોટના આસિસ્‍ટન્‍ટ પોલીસ કમિશનર શ્રી ને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવેલ જેમાં પ્ર.નગર પોલીસના પી.આઈ વિરુદ્ધ યોગ્‍ય પગલાં લેવાની ખાતરી  ડીસીપી પાર્થરાજસિંહ  ગોહિલ તથા એસીપી  દ્વારા આપવામાં આવેલ હતી. રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ સિધ્‍ધરાજસિંહ જાડેજા સેક્રેટરી પીસી વ્‍યાસ  ટ્રેઝરર જીતેન્‍દ્ર પારેખ,  કારોબારી સભ્‍ય કેતનભાઇ મંડ, જોઈન્‍ટ સેક્રેટરી ધર્મેશ સખીયા સહિત સિનિયર એડવોકેટ શ્રી શ્‍યામલભાઈ સોનપાલ પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશી, મનોજભાઈ દંતિ, ધર્મેશ ચોકથી, રવિભાઈ ધ્રુવ, હેમંતભાઈ ભટ્ટ, ભરતભાઈ સોમાણી,  કુલદીપસિંહ જાડેજા,  અમિત વેકરીયા,  જીગ્નેશ સખીયા સહિતના એડવોકેટ શ્રી આ રજૂઆત સમય ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:12 pm IST)