Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સમાજમાં એકતા-સમરસતા વધે તે જરૂરીઃ આ. લોકેશજી સમેત શિખરની સુરક્ષા-પવિત્રતા માટે એકતા જરૂરીઃ પૂ.આ. વિહર્ષ સાગરજી

જૈન મંદિર સમિતિઓની દિલ્‍હી ખાતે બેઠક યોજાઇ

રાજકોટ તા.રર : જૈન સમાજના ધાર્મિક, સાંસ્‍કૃતિક, સામાજિક અને રાજકીય અસ્‍તિત્‍વને સ્‍વાભિમાન સાથે જાળવવા અને યુવાનોને જૈન ધર્મની ભવ્‍ય સંસ્‍કૃતિનો પરિચય કરાવવા માટે દિલ્‍હીની જૈન મંદિર સમિતિઓની એક મહત્‍વપૂર્ણ બેઠક યમુના પાર દિંગમ્‍બર જૈન સમાજ દિલ્‍હીમાં યોજવામાં આવી હતી.

અહિંસા વિશ્વ ભારતીના સ્‍થાપક આચાર્ય ડો. લોકેશજીએ જૈન સમાજને સબોધતા જણાવ્‍યું હતું કે, જૈન સમાજ અહિંસક અને શાંતિપ્રેમી સમાજ છે. લોક કલ્‍યાણના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે, જૈન સમાજ આવક ઉભી કરવામાં પણ મહત્‍વની ભૂમિકા ભજવે છે. પરંતુ એકતાના અભાવે જૈન સમાજનું જે મૂલ્‍યાંકન રાષ્‍ટ્રીય ક્ષિતિજ પર થવું જોઇએ તે શકય નથી, તેથી સમાજમાં એકતા, સમન્‍વય, સમરસત્તા વધે તે ખૂબ જ જરૂરી છે. આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ સમત શિખર તીર્થની પવિત્રતા, સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોને એક થવા આહાન કર્યું હતું.

દિગમ્‍બર આચાર્ય વિહર્ષ સાગરજીએ જણાવ્‍યું હતું કે જૈન ધર્મના ઉપદેશોને અપનાવવાથી સમાજમાં શાંતિ અને સૌહાર્દ શકય છે, પરંતુ હાલમાં જૈન ધર્મના મૂળને ભૂલીને આપણે પરસ્‍પર ઝઘડાઓમાં વ્‍યસ્‍ત છીએ જૈના કારણે આપણું ધાર્મિક, સામાજિક અને રાજકીય અધઃપતન થઇ રહ્યું છે.ે તેમણે કહ્યું કે આપણો આધ્‍યાત્‍મિક અને સામાજિક વિકાસ પરસ્‍પર મિત્રતા, એકતા અને સંવાદિતા દ્વારા જ શકય છે. આચાર્ય વિહર્ષ સાગરજીએ જણાવ્‍યું હતું કે ૧૮મી ડિસેમ્‍બરે જૈન સંઘની વિવિધ વિચારધારાના સંતો લાલ કિલ્લા પરથી જૈન યાત્રાધામોની પવિત્રતા, સંરક્ષણ અને સંવર્ધન માટે એકત્ર થશે. વિશ્વ જૈન સંગઠનના પ્રમુખ સંજય જૈનજીએ જણાવ્‍યું હતુ઼ કે ૧૧ મી ડિસેમ્‍બરે રામ લીલા મેદાન ખાતે યાત્રાધામોની સુરક્ષા અને પવિત્રતા સુનિヘતિ કરવા તમામ પરંપરાના સંતો એક મંચ પરથી સંબોધન કરશે.

આ પ્રસંગે જૈન સમાજના વરિષ્‍ઠ આગેવાનો અને પંજાબ કેસરીના કાર્યકારી પ્રમુખ સ્‍વદેશ ભૂષણ જૈન, ચક્રેશ જૈન, દિલ્‍હી જૈન સમાજના પ્રમુખ મનોજ જૈન, સહયોગ દિલ્‍હીના પ્રમુખ સારિકા જૈન, ભાજપ પ્રવકતા સંજય જૈન, વિશ્વ જૈન સંગઠનના પ્રમુખ પ્રમોદ જૈન, પ્રદ્યુમન જૈન સહિત ટ્રસ્‍ટીઓ, દિલ્‍હી એનસીઆરના વિવિધ મંદિરોના પદાધિકારીઓએ પણ બેઠક દરમિયાન સંબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન યમુના પાર દિંગમ્‍બર જૈન સમાજના પ્રવકતા વિજેન્‍દર જૈને કર્યુ હતું. આ પ્રસંગે દિલ્‍હી એનસીઆરના જૈન મંદિરોના પ્રમુખો, મંત્રીઓ, પ્રમુખો અને મીડિયાના મહાનુભાવો જેમ કે સંધ્‍યા મહાલક્ષ્મી, સિંધ કી આવાઝ, જૈન ચેનલ વગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:01 pm IST)