Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ડિસેમ્‍બરમાં રેસકોર્ષ મેદાનમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથા

તા.૧ જાન્‍યુઆરી સુધી આયોજનઃ સાળંગપૂરધામના પૂ. હરિપ્રકાશદાસજી સ્‍વામી મૂખ્‍ય વકતાઃ રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી દરરોજ સમૂહ રાષ્‍ટ્રગાન પણ ગવાશેઃ રાત્રી કથાનો લાભ લેવા ભાવિકોને જાહેર અનુરોધ : ૩૧ ડીસેમ્‍બરની ઉજવણી હનુમાન જન્‍મોત્‍સવ રૂપે થશે

રાજકોટઃ હનુમાન ચાલીસા કથા દરમિયાન ૩૧ ડિસેમ્‍બરે યુવા વર્ગને પમિ સંસ્‍કૃતિ તરફથી પાછા વાળવા હનુમાન જન્‍મોત્‍સવની પ્રેરણારૂપ ઉજવણી કરાશે. યુવા વર્ગ થર્ટી ફસ્‍ટના બદલે હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ ધર્મકાર્યથી ઉજવે તેવો સંદેશો રજુ થશે.

રાજકોટ,તા.૨૨: શ્રીકષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામની પ્રેરણાથી ડીસેમ્‍બરમાં ‘‘ શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'' નું રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધર્મમય આયોજન કરાયુ છે.

આ અંગે અકિલા ખાતે વિગતો વર્ણવતા આયોજક ટીમે જણાવ્‍યુ હતુ કે તા.૨૭ ડિસેમ્‍બરથી ૧ જાન્‍યુઆરી સુધી રેસકોર્ષ મેદાનમાં દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ સુધી શ્રી હનુમાન ચાલીસા કથા ગુંજશે. મુખ્‍ય વકતા તરીકે સાળંગપૂર ધામના શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી શ્રી હનુમાનજીની શ્રી રામ પ્રભુ પ્રત્‍યેની ભકિતના ગુણગાન ગાશે.

કથા દરમ્‍યાન રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવામાં આવશે. તેમજ દરરોજ સમૂહમાં રાષ્‍ટ્રગાન ગવાશે.

યુવાનોમાં સંસ્‍કારોનું સિંચન થાય અને સમાજ તેમજ રાષ્‍ટ્રને સાચો નાગરિક મળે તેવા ઉદૃેશ્‍યથી આયોજીત આ હનુમાન કથામાં ધર્મપ્રેમીજનોને ઉમટી પડવા જાહેર અનુરોધ કરાયો છે. દરરોજ કથાનું લાઇવ પ્રસારણ થશે.

યુવાનોમાં સંસ્‍કારનું સિંચન થાય, રાષ્‍ટ્રપ્રેમ જાગે તે હેતુથી યોજવામાં આવેલ આ કથામાં ૨૫ હજારથી વધુ લોકો લાભ લ્‍યે તેવી ગણત્રી સાથે બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે.

કથાના પ્રથમ દિવસે કથા સ્‍થળેથી પોથી યાત્રા વાજતે ગાજતે પ્રારંભ થઇ રેસકોર્ષ રીંગરોડ પર ફરીને કથા સ્‍થળે પરત આવશે.બાદમાં દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ હનુમાનજીના ગુણગાન ગવાશે.

આ કથામાં સર્વ સમાજ, સર્વજ્ઞાતિ, સર્વ સંસ્‍થા, સામાજીક આગેવાનો જોડાશે. આ આયોજન સમસ્‍ત રાજકોટનુ હોય તે રીતે સૌને નિમંત્રણ પાઠવાયા છે. સહયોગી બનવા કે વધુ માહીતી માટે મો. ૯૯૨૪૦ ૪૭૪૬૫ અને મો. ૯૯૨૫૦ ૩૦૩૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની આયોજક ટીમના સેવાભાવીઓ નજરે પડે છે.  (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:59 pm IST)