Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સર્વેશ્વર ચોકના સન્‍ની પાજીના ફૂડમાં કલરની હાજરી : ૬ લાખનો દંડ

પંજાબી રેડ ગ્રેવી તથા મન્‍ચ્‍યુરીયન ડ્રાયનો નમૂનો સબ સ્‍ટાન્‍ડર્ડઃ સુગંધ એન્‍ટરપ્રાઇઝનું જીરૂ સબ સ્‍ટાન્‍ડર્ડ જાહેર થતા ઉત્‍પાદક વેપારીને રૂા. ૧૦ હજાર તથા જય દ્વારકાધીશ નાસ્‍તાગૃહમાંથી લેવાયેલ ગાયના ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી : પેઢીના માલિકને ૧૫ હજારનો દંડ

રાજકોટ તા. ૨૨ : શહેરના લોકોના સ્‍વાસ્‍થ્‍ય માટે મનપાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અન્‍વયે સર્વેશ્વર ચોક, કોઠારીયા રોડ તથા નાના મવા મેઇન રોડ ખાતેથી નમુના લેવામાં આવેલ. જેને રાજયની ફૂડ લેબોરેટરીમાં ટેસ્‍ટીંગ માટે મોકલવામાં આવેલ. જેમાં અખાદ્ય તત્‍વની ભેળસેળ ખૂલતા નમૂના સબ સ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જેમાં સર્વેશ્વર ચોકના સન્‍ની પાજી દા ધાબા ફૂડ પાર્સલમાંથી ગ્રેવી તથા મન્‍ચ્‍યુરીયન ડ્રાય, સુગંધ એન્‍ટરપ્રાઇઝ - કોઠારીયા રોડ ખાતેથી જીરૂ અને નાનામવા મેઇન રોડ ખાતે જય દ્વારકાધીશ નાસ્‍તાગૃહમાંથી ઘીનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થતા અનુક્રમે ૬ લાખ, ૧૦ હજાર અને ૧૫ હજારનો દંડ ફટકારવામાં આવેલ.

મનપાની સત્તાવાર યાદી મુજબ ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠહેઠળ લેવાયેલ નાપાસ થયેલ નમુનામાં એજયુડીકેશન કાર્યવાહી બાદ એજયુડીકેટીંગ ઓફિસર દ્વારા નીચેની વિગતે પેનલ્‍ટી કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે.સન્‍ની પાજી દા ધાબા ફૂડ પાર્સલ - શિવમ કોમ્‍પ્‍લેક્ષ,ᅠસર્વેશ્વર ચોક,ᅠયાજ્ઞિક રોડ,ᅠરાજકોટ સ્‍થળેથી લીધેલ ખાદ્યચીઝ ‘પંજાબી રેડ ગ્રેવી (પ્રિપેર્ડ લુઝ)' તથા મન્‍ચુરીયન ડ્રાય (પ્રિપેર્ડ લુઝ) ના નમૂનામાં સીન્‍થેટીક ફૂડ કલરની હાજરીને કારણે સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થતા એડ્‍જયુડીકેટીંગ ઓફિસર દ્વારા અમનદીપસિંહ કુલવંતસિંહ (નમુનો આપનારᅠFBOᅠ-પેઢીના ભાગીદાર)ને રૂ. ૨ લાખ,ᅠ ચરણપ્રીતસિંહ ઉજાગરસીંઘ ખેતાન (પેઢીના નોમીની) ને રૂા. ૨ લાખ તથા સન્‍ની પાજી દા ધાબા ફૂડ પાર્સલ (ભાગીદારી પેઢી) ને રૂા. ૨ લાખનો મળી કુલ રૂા. ૬ લાખનો દંડ કરવામાં આવેલ છે.

ઉપરાંત સુગંધ એન્‍ટરપ્રાઈઝ - વરૂણ ઈન્‍ડ. એરીયા શેરી નં. ૩,ᅠમાલધારી રેલ્‍વે ક્રોસીંગ પાસે,ᅠકોઠારીયા રોડ રાજકોટ સ્‍થળેથી લીધેલ ખાદ્યચીઝ ‘જીરૂ (લુઝ)'નો નમુનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થતા એડ્‍જયુડીકેટીંગ ઓફિસર દ્વારા નિલેશભાઈ છગનભાઈ અમૃતિયા (નમુનો આપનારᅠFBOᅠ-પેઢીના ભાગીદાર,ᅠનોમીની)ને તથા સુગંધ એન્‍ટરપ્રાઈઝ (ઉત્‍પાદક પેઢી) ને સંયુક્‍ત રીતે રૂા. ૧૦ હજારનો દંડ કરવામાં આવેલ છે.

જય દ્વારકાધીશ નાસ્‍તા ગૃહ - પી.જી.વી.સી.એલ. ઓફિસ સામે,ᅠશાક માર્કેટ પાસે,ᅠનાનામવા મઈન રોડ,ᅠરાજકોટ સ્‍થળેથી લીધેલ ખાદ્યચીઝ ‘ગાયનું ઘી (લુઝ)'નો નમુનો વેજીટેબલ ફેટની હાજરીનાં કારણે સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થતા એડ્‍જયુડીકેટીંગ ઓફિસર દ્વારા વિજયભાઈ મસરીભાઈ જોગલ (નમુનો આપનાર FBO -પેઢીના માલિક) ને રૂા. ૧૫ હજારનો દંડ કરવામાં આવેલ છે.

(4:02 pm IST)