Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

હોટલો - હોસ્‍પિટલો - શાળાઓ વગેરે માટે સ્‍વચ્‍છતા સ્‍પર્ધા

મનપા દ્વારા સ્‍વચ્‍છતા રેન્‍કીંગ : સ્‍વચ્‍છતા જાગૃતિ કેળવવા આયોજન : આ સ્‍પર્ધામાં ભાગ લેનાર સંસ્‍થા મ્‍યુનિ. કોર્પોરેશનની વેબસાઇટ www.rmc.gov.in ઉપરથી ઓનલાઇન ફોર્મ ૩૦ નવેમ્‍બર સુધીમાં ભરી શકશે

રાજકોટ તા. ૨૨ : શહેરના તમામ હોટલ સંચાલકો તમામ હોસ્‍પીટલ તમામ સ્‍કુલ સંચાલકો તમામ રેસિડન્‍સ વેલ્‍ફેર એસોસીએશન/મોહલ્લાના પ્રમુખ માર્કેટ એસોસીએશન તમામ સરકારી કચેરીને આથી જાણ કરવામાં આવે છે. જે અન્‍વયે. આગામી સ્‍વચ્‍છ સર્વેક્ષણ-૨૦૨૩ ને ધ્‍યાને લઇને સમાજમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સ્‍કુલ,સ્‍વચ્‍છ હોટલ,સ્‍વચ્‍છ હોસ્‍પીટલ,સ્‍વચ્‍છ રેસિડન્‍સ વેલ્‍ફેર એસોસીએશન/મોહલ્લા સ્‍વચ્‍છ સરકારી ઓફિસ તથા સ્‍વચ્‍છ માર્કેટ એસોસિએશન માટે સ્‍વચ્‍છતા રેન્‍કિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્‍વચ્‍છતા રેન્‍કિંગમાં ભાગ લેનારને સ્‍વચ્‍છતાના જુદા-જુદા પેરામીટર્સ જેમ કે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સર્વિસ મેઇન્‍ટેનન્‍સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાનું સન્‍માન કરવામાં આવશે. આ સ્‍વચ્‍છતા રેન્‍કીંગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.RMC.GOV.INઉપરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમ)ં જણાવ્‍યા મુજબ સ્‍વચ્‍છતા રેન્‍કીંગના નિયમો આ મુજબ છે. જેમાં સ્‍વચ્‍છતા જાગૃતિ તથા સિંગલ પુઝ પ્‍લાસ્‍ટિક પ્રતિબંધ અંગેના બેનર તથા હોર્ડિંગ લગાવવાના રહેશે તેમાં સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૩નો લોગો લગાવો ફરજીયાત છે. લોગો તથા બેનરની ડીઝાઇન પ્રોગ્રામ ઈમ્‍પલીમેન્‍ટેશન યુનિટ(આઈ.ઈ.સી.સેલ) પ્રથમ માળ રૂમ નં-૭,ઢેબર રોડ,સેન્‍ટ્રલ ઝોન,રાજકોટ મહાનગરપાલિકા (ફોન નં-૨૨૨૮૧૭૭ મળી રહેશે.) આ સ્‍વચ્‍છતા રેન્‍કીંગ સ્‍પર્ધાનો આખરી નિર્ણય મ્‍યુનિસિપલ કમિશનર અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હસ્‍તગતSWMકમિટીનો રહેશે. જે દરેક ભાગ લેનાર સંસ્‍થાઓને બંધનકર્તા રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૨ રહેશે. સ્‍વચ્‍છતા રેન્‍કિંગમાં વિવિધ માપદંડો જેમ કે પરિસરની સ્‍વચ્‍છતા,શૌચાલયનું બાંધકામ તથા સ્‍વચ્‍છતા, દાદરા-લોબીની સ્‍વચ્‍છતા, કચરાપેટીની વ્‍યવસ્‍થા,ભીના કચરાના નિકાલની વ્‍યવસ્‍થા,પીવાના પાણીની વ્‍યવસ્‍થા વિગેરેનો સમાવેશ થાય છે.

(3:33 pm IST)