Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

શાપરમાં ટ્રેકટર રિવર્સમાં આવતાં દબાઇ જવાથી ગોવાભાઇનું મોત

રાજકોટ તા. ૨૨: શાપર વેરાવળની મચ્‍છી માર્કેટ પાછળ રિવર્સમાં આવેલા ટ્રેકટરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં પ્રોૈઢનું મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ શાપર શાંતિધામમાં રહેતાં ગોવાભાઇ સોમાભાઇ પરમાર (ઉ.વ.૫૦) સવારે મચ્‍છી માર્કેટ પાસે ટ્રેકટરમાં મજુરી કરતાં હતાં ત્‍યારે ટ્રેકટર રિવર્સમાં આવતાં દબાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. મૃત્‍યુ પામનારને એક પુત્ર અને એક પુત્રી છે. ત્રણ બહેનના તે એકના એક ભાઇ હતાં. ટ્રેકટર જયેશભાઇ પરમાર હંકારતો હતો. બનાવ અંગે શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:28 pm IST)