Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

યાજ્ઞિક રોડ પર કાપડના શો-રૂમથી નિકળ્‍યા બાદ રાકેશભાઇ ઇઢાટીયા ભેદી રીતે ગુમ

રૈયા રોડ વૈશાલીનગરમાં રહેતી પત્‍નીએ એ-ડીવીઝન પોલીસમાં જાણ કરી

રાજકોટ, તા. રર :  યાજ્ઞિક રોડ પર આવેલા ચ્‍યુઝ એન્‍ડ બાય કપડાની દુકાનેથી નિકળ્‍યા બાદ વૈશાલીનગરમાં પોતાના ઘરે ન આવતા એ-ડીવીઝન પોલીસમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે વૈશાલીનગર શેરી નં. ૩ માં રહેતા રાકેશભાઇ વિનોદભાઇ ઇઢાટીયા (ઉ.વ.૩૮) યાજ્ઞિક રોડ પર આવેલી ચ્‍યુઝ એન્‍ડ બાય નામની દુકાનમાં નોકરી કરતા હોઇ, તેથી ગત તા. ૩-૧૦ ના રોજ દુકાને ગયા હતા. બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પત્‍નીએ એ-ડીવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એ.એસ. આઇ.બી.વી. ગોહિલે તપાસ હાથ ધરી છે.

તેણે બ્‍લુકલરનો શર્ટ અને ક્રિમકલરનું પેન્‍ટ પહેરલ છે. તેના જમણા હાથમાં ગાયત્રી મંત્ર અને મીરા ત્રોફાવેલ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:24 pm IST)