Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજકોટના વેપારીને આપેલ પાંચ લાખનો ચેક રિટર્ન થતા ફરીયાદ

રાજકોટ, તા.૨૨: રાજકોટના વેપારી ચિરાગ જીવભાભાઇ ગુજરાતી રહે.કુળ દેવી કૃપા, અમરનગર સામે, ૫ લાખનો ચેક રીટર્ન થતા કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ કેસના ફરીયાદી જયરાજસિંહ જાડેજાએ નામ.કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે કે ચિરાગ જીવાભાઇ ગુજરાતીને અંગત જરૂરીયાત માટે પૈસાની જરૂરીયાત હોય ફરીયાદીએ માત્ર મદદ કરવાના હેતુસર આરોપીને ૫ લાખ રૂપિયા વગર વ્‍યાજે હાથ ઉછીના આપેલ અને તે મતબલની પહોંચ તા.૬-૧૨-૨૦૧૯ના રોજ નોટરી રૂબરૂ કરી આપેલ આ કાયદેસૃરના લેણા પેટે નિકળતા પૈસાના બદલમાં ચિરાગ ગુજરાતીએ પોતાની બેંક ઓફ ઇન્‍ડિયાનો ચેક આપેલ જે ચેક આપતી વખતે પાકુ, વચન, વિશ્‍વાસ આપેલ કે આ ચેક નાખશો એટલે કાયદેસરના લેણા પેટેના તમારા ૫ લાખ મળી જશે.

આ વચન અને વિશ્‍વાસ પર ભરોસો રાખી ફરીયાદીએ પોતાની બેંકમાં ૫ લાખનો ચેક નાખતા અપૂરતા ફંડના શેરા સાથે પરત ફરેલ હતો. જેથી ફરીયાદીએ પોતાના વકીલ કુલદિપસિંહ બી.જાડેજા મારફત લીગલ ડીમાન્‍ડ નોટીસ મોકલેલ પરંતુ આરોપી પૈસા આપેલ નહી કે નોટીસનો જવાબ આપેલ નહી જેથી ચિરાગ ગુજરાત વિરૂધધ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના વકીલ કુલદિપસિંહ બી.જાડેજા, શિવરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, રીકલ પરમાર, હેતલબેન ભટ્ટ રોકાયેલ છે.

(3:19 pm IST)