Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજકોટમાં ૧૦૦ વર્ષથી વધુ વયના ૫૪૭ મતદારો : સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૧૨ જિલ્લામાં કુલ ૩૮૬૬ મતદારો : સૌથી ઓછા પોરબંદરમાં

રાજકોટ,તા.૨૨ : ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨માં સો વર્ષથી વધુ વય ધરાવતા કુલ ૧૦,૩૫૭ મતદાતાઓ નોંધાયેલા છે. જે પૈકી સૌરાષ્ટ્ર અને કચ્‍છ એમ બાર જિલ્લાઓમાં ૩૮૬૬ મતદારો છે. આ મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે.

સૌરાષ્ટ્ર-કચ્‍છના બાર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં ૬૨૮ શતાયુ મતદારો, રાજકોટ-૫૪૭, કચ્‍છ ૪૪૪, જુનાગઢ-૩૯૫,અમરેલી-૩૭૨,જામનગર-૨૯૮,ગીર-સોમનાથ-૨૭૮,સુરેન્‍દ્રનગર-૨૭૮,મોરબી-૧૭૫, દેવભૂમિ દ્વારકા-૧૭૪,બોટાદ-૧૬૮ અને પોરબંદર જિલ્લામાં ૧૦૯ મતદારો સો વર્ષની આયુ ધરાવતા મતદારો છે.

આમ જોઇએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ૬૨૮ મતદાતાઓ છે.  જયારે સૌથી ઓછા-મતદારો પોરબંદર જિલ્લામાં ૧૦૯ મતદારો છે

(3:17 pm IST)