Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મેઘમાયાનગરની અનીતા રાઠોડ ગુમ

રાજકોટ, તા., ૨૨: નાનામવા મેઇન રોડ પર મેઘમાયાનગર શેરી નં. ૨ માં રહેતી અનીતા રાજુભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) ગત તા. ૧૪ના રોજ પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ કરતા તેનો કોઇ પતો લાગ્‍યો ન હતો. દરમ્‍યાન યુવતી તેના મિત્ર મનીષ નામના વ્‍યકિત સાથે ગઇ હોવાની શંકા જતા યુવતીના પિતાએ માલવીયાનગર પોલીસમાં ગુમની નોંધ કરાવતા હેડ કોન્‍સ. આર.કે.નાથાણીએ તપાસ આદરી છે. તેણીએ સફેદ કલરનું ટીશર્ટ અને કાળા કલરનું નાઇટી પેન્‍ટ પહેરેલ છે. જો કોઇને આ યુવતી જોવા મળે તો માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧-ર૩૮૦૦૪૬ અથવા મોબાઇલ  નં. ૮૯૮૦૮૮૪૮૭૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:26 pm IST)