Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

બેડીનાકા ટાવર કેસરી હિન્‍દપુલ પાસે અજાણ્‍યા યુવાનનું મોત

જમણા હાથમાં ‘દિનેશ સંજયભાઇ' અને ડાબા હાથમાં અંગ્રેજીમાં ડી.એસ.કે ત્રોફાવેલ

રાજકોટ,તા.૨૨: શહેરના બેડીનાકા ટાવર પાસે કેસરી હિન્‍દ પુલના છેડે એક અજાણ્‍યા યુવાનનું મોત નિપજતા એ. ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ બેડીનાકા ટાવર સાર્વજનીક ગાર્ડન કેસરી હિન્‍દ પુલના છેડે આશરે ૨૮ વર્ષનો અજાણ્‍યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં  જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળપર પહોંચી ઇ.એમ.ટી કોમલબેન જળુએ તપાસ કરતા યુવાનનુ મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનુૅ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. કે.કે. માઢકે સ્‍થળપર  પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાને બ્‍લુ કલરનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્‍ટ પહેરેલ છે. તેના જમણા હાથમાં ‘દિનેશ સંજયભાઇ' અને ડાબા હાથમાં અંગ્રેજીમાં ડી.એસ.કે. ત્રોફાવેલ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો એ-ડીવીઝન પોલીસ મથક ફોનનં. ૦૨૮૧- ૨૨૨૬૦૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:15 pm IST)