Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

શ્રીનાથજી સોસાયટીમાં ભાનુબેન બાબરીયાનું ઉમળકાભેર સ્‍વાગત

રાજકોટઃ રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી ભાનુબેન બાબરીયાએ પ્રચારકાર્ય અંતર્ગત મવડીમાં શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર, ઉદયનગર, ગોપાલ પાર્ક, અંકુરનગર સહીતના વિસ્‍તારોમાં લોકસંપર્ક કરતા ઠેરઠેર ઉમળકાભર્યુ સ્‍વાગત થયુ હતું. શ્રીનાથજી સોસાયટી-૧૧ ખાતે આવી પહોંચતા અકિલા પ્રેસફોટોગ્રાફર તથા રાજકોટ પ્રેસફોટોગ્રાફર- ઈલેકટ્રોનીક મીડીયા- કેમેરામેન એસોસીએશનના પ્રમુખ અશોકભાઈ બગથરીયા અને તેમના ધર્મપત્‍નિ સગુણાબેન બગથરીયાએ ફૂલહાર અને કુમકુમ તિલક કરી ઉત્‍સાહભેર આવકાર્યા હતા. આ તકે મેયર પ્રદીપભાઈ ડવ તેમજ મગનભાઈ સોરઠીયા, હેતલબેન લાઠીયા, રસીકભાઈ કાવઠીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઈ), ભૂપતભાઈ બસીયા, યોગરાજસિંહ જાડેજા, મૈયાભાઈ હુંબલ, રાજભા જાડેજા, યોગેન્‍દ્રસિંહ રાણા, ધીરૂભાઈ ચાવડા, દિપકભાઈ ખીમાણીયા, કાનાભાઈ મિયાત્રા, જીગાભાઈ ડીશવાળા, હેમેન્‍દ્રસિંહ જાડેજા, ભગવાનજીભાઈ આહીર, મેહુલ ડાંગર, મહેશ અવાડીયા, કિશન સખીયા વગેરે સાથે જોડાયા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:14 pm IST)