Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજકોટ જિલ્લામાં બારકોડવાળી ૨૩ લાખથી વધુ મતદાર સ્‍લીપનું વિતરણ શરૂ

બારકોડ સ્‍કેન કરતા જ મતદારની વિગતો જોઈ શકાશે મતદાર સ્‍લીપની પાછળ મતદાન મથકનો ગૂગલ મેપ પણ અપાયો

રાજકોટ, તા. ૨૨, નવેમ્‍બરઃ રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્‍તારોમાં બારકોડવાળી મતદાર માહિતી સ્‍લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્‍યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૨૩,૦૭,૨૩૭ મતદાર માહિતી સ્‍લીપ છાપવામાં આવી છે. આ સ્‍લીપ તમામ વિધાનસભા મત વિસ્‍તારોમાં પહોંચાડી દેવામાં આવી છે. હાલમાં બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને નાગરિકોને સ્‍લીપ આપવામાં આવી રહી છે. જિલ્લાના તમામ મતક્ષેત્રોમાં આ વિતરણ ૨૫મી નવેમ્‍બર સુધી ચાલશે.

મહત્‍વનું છે કે, મતદાર માહિતી સ્‍લીપમાં આ વખતે ફોટોને બદલે બારકોડ -ન્‍ટિ કરવામાં આવ્‍યો છે. આ બારકોડ સ્‍કેન કરતા જ મતદારની વિગતો સામે આવે છે. ઉપરાંત આ સ્‍લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્‍તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર તથા ભાગનું સરનામું, મતદારનો ક્રમાંક, મતદાન મથકનું નામ,  સી.ઇ.ઓ.ની વેબસાઇટ, સી.ઇ.ઓ. કોલ સેન્‍ટર ટોલ ફ્રી નંબર ૧૯૫૦ - વિગત દર્શાવવામાં આવી છે. મતદાર સ્‍લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્‍યો છે.

રાજકોટ જિલ્લામાં વિતરિત થતી આ સ્‍લીપમાં મતદાનની તા.૧-૧૨-૨૦૨૨ તેમજ મતદાનનો સમય સવારે ૮થી સાંજે ૫ પણ દર્શાવવામાં આવ્‍યો છે.

મહત્‍વનું છે કે, નાગરિકો મતદાન કરવા જતી વખતે આ સ્‍લીપની સાથે મતદાર ઓળખપત્ર અથવા તો ચૂંટણીપંચે માન્‍ય કરેલા ૧૨  પુરાવાઓ પૈકીનો કોઈપણ એક માન્‍ય પુરાવો સાથે રાખીને મતદાન કરી શકશે.જેમાં (૧) આધારકાર્ડ, (૨) મનરેગા જોબકાર્ડ, (૩) બેંક અથવા પોસ્‍ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, (૪) શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્‍થ ઇન્‍સ્‍ટરન્‍સ સ્‍માર્ટ કાર્ડ, (૫) ડ્રાઇવિંગ લાયસન્‍સ, (૬) પાનકાર્ડ, (૭) એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્‍માર્ટકાર્ડ, (૮) ભારતીય પાસપોર્ટ, (૯) ફોટો સાથેનો પેન્‍શન દસ્‍તાવેજ ૧૦. કેન્‍દ્ર સરકાર/રાજ્‍ય સરકાર/ જાહેરસાહસો/ પબ્‍લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, ૧૧. સંસદસભ્‍યશ્રી/ ધારાસભ્‍યશ્રી/ વિધાન પરિષદના સભ્‍યશ્રીને આપવામાં આવેલા અધિકળત ઓળખકાર્ડ, ૧૨. યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ, સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલયનો સમાવેશ થાય છે.

(11:57 am IST)