Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

દેવપરા શાક માર્કેટ સામે ચાર ઝુપડામાં આગ

આગ લાગતા નાસભાગ મચી ગઇઃ ઘરવખરી અને બે નવા બાઇક સળગી ગયા

રાજકોટ, તા.૨૨: કોઠારિયા રોડ દેવપરા શાક માર્કેટ સામે પંચમુખી હોટલવાળી શેરીમાં આવેલ ચાર ઝુપડામાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્‍ટાફે સ્‍થળ પર  પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ દેવપરા શાક માર્કેટ સામે પંચમુખી હોટલવાળી શેરીમાં પટેલ બેકરીની પાછળ ચાર ઝુપડામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી, ઝુપડામાં રહેતો પરિવાર તાકીદે બહાર નીકળી ગયો હતો અને જીજ્ઞેશભાઇ રમનભાઇ કાંજીયા નામના વ્‍યકિતએ ફાયર બ્રિગેડને જાણ કરતા કોઠારિયા રોડ ફાયર બ્રિગેડ સ્‍ટાફ ત્રણ ફાયર ફાયટર સાથે તાકીદે ઘટના સ્‍થળે પહોંચી આગ બુઝાવી હતી. આગ ચાર ઝુપડામાં લાગી હતી તેમાં ઘરવખરીનો સામાન તથા બે નવા સ્‍પેલન્‍ડર મોટર સાયકલ બળીને ખાક થઇ ગયા હતા. આગ કયા કારણોસર લાગી અને તેમાં થયેલ નુકશાની અંગે તપાસ થઇ રહી છે.

આજીડેમ જીક ફોર વ્‍હીલ સળગી

આજીડેમ રોડ પર મુરલીધર વે-બ્રીજની સામે એક જી.જે.૨૭ડીએમ-૧૩૦ નંબરની ફોર વ્‍હીલ કારમાં આગ લાગતા લાલજીભાઇ રાજાભાઇ જાદવે જાણ કરતા ફાયરબ્રીગેડ સ્‍ટાફ એક મીની ફાયર ફાયટર સાથે ઘટના સ્‍થળે પહોંચી આગ બુઝાવી હતી. કારમાં આગ કયા કારણોસર લાગી અને તેમાં થયેલી નુકશાની જાણવા તપાસ થઇ રહી છે.

(10:43 am IST)