Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મતદાનના દિવસે રજા રાખજો

મ્‍યુનિ. કોર્પોરેશનનું જાહેરનામુઃ પ્રથમ તબકકાનું ૧ ડીસેમ્‍બરે મતદાન

રાજકોટ તા. ર૧ :.. આગામી તા. ૧ ડીસેમ્‍બરને ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન છે. આથી આ દિવસે રજા રાખવા મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ કરાયું છે.

આ અંગે સહાયક કમિ. ની યાદીમાં જણાવ્‍યા મુજબ ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી ર૦રર અંતર્ગત  તા. ૧ ડીસેમ્‍બરને ગુરૂવારે અને તા. પ  ડીસેમ્‍બરે સોમવારના રોજ બે તબકકામાં મતદાન થનાર છે. જે અનુસાર રાજકોટ શહેર વિસ્‍તારમાં પ્રથમ તબકકામાં તા. ૧-૧ર-ર૦રર ગુરૂવારના રોજ મતદાન થનાર છે.

મુખ્‍ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજયના પત્ર ક્રમાંક ઇએલીસી-૧૦રર-રપ૪-છ તા. ૯ નવેમ્‍બર અનુસાર મતદાનના દિવસે જાહેર રજા કે રવિવારનો દિવસ ન હોય તો મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વટાઉખત અધિનીયમ-૧૮૮૧ ની જોગવાઇઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્‍થાઓ માટે ગુજરાત દુકાનો અને સંસ્‍થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનીયમ, ર૦૧૯ ની કલમ ૧૮ હેઠળ મતદાનના દિવસે રજા જાહેર કરવાની થાય છે.

ઉપરોકત વિગતે રાજકોટ શહેર વિસ્‍તારમાં તા. ૧ ડીસેમ્‍બર રોજ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વટાઉખત અધિનીયમ-૧૮૮૧ ની જોગવાઇઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્‍થાઓના કામદારો, શ્રમયોગીઓ તથા રોજમદાર છૂટક તથા પરચુરણ કામ કરતા તમામ માટે ગુજરાત દુકાનો અને સંસ્‍થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનીયમ ર૦૧૯ ની કલમ ૧૮ હેઠળ સવેતન સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવે છે.

 

(4:15 pm IST)