Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

શહેરમાં છેલ્લા ૭ દિ'માં ડેન્‍ગ્‍યુ - મેલેરિયા - ચીકનગુનીયાના ૧૫ કેસ

શરદી-ઉધરસના ૨૫૮, ઝાડા-ઉલ્‍ટીના ૭૧ તથા સામાન્‍ય તાવના ૪૪ દર્દીઓ મનપા તંત્રને ચોપડે નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૦૭૪ને નોટીસ : ઠંડીના ચમકારા વચ્‍ચે મચ્‍છરનો ધ્રુજારો યથાવત

રાજકોટ તા. ૨૧: શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસમાં ગુલાબી ઠંડીનો ચમકારો દેખાયો છે. છતાં મચ્‍છરો મનમુકીને ઝુમતા હોય તેવું લાગી રહ્યું છે. સતત છેલ્લા બે મહિના અઠવાડિયે ડેન્‍ગ્‍યુ, મેલેરીયાના દોઢ ડઝનથી વધુ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ મચ્‍યો છે. જ્‍યારે શરદી, તાવ, ઉધરસ, ઝાડા - ઉલ્‍ટીના ૩૭૩ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છજન્‍ય રોગચાળાના ૧૫ કેસ

અઠવાડિયામાં મેલેરિયાના ૧, ડેન્‍ગ્‍યુના ૧૩ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૪૬, ડેન્‍ગ્‍યુના ૨૨૪ તથા ચિકનગુનિયાના ૨૫ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૩૭૩ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૫૮ તેમજ સામાન્‍ય તાવના ૪૪ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૭૧ સહિત કુલ ૩૭૩ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૦૭૪ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૧,૫૫૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૮૧,૫૫૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૦૭૪ લોકોને નોટીસ પાઠવી છે

(3:28 pm IST)