Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાહુલ ગાંધી રાજકોટમાં: સાંજે જંગી જાહેરસભા

ભારત જોડો યાત્રા દરમિયાન બ્રેક લઇ પહેલી વાર ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી : કોંગ્રૈસનું શક્‍તિપ્રદર્શનઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પરિવર્તનનો પવન ફુંકવા ભરશે હુંકારઃ જંગી મેદની એકઠી થશેઃ પક્ષના દિગ્‍ગજ નેતાઓ વેણુગોપાલ, ગેહલોત, રઘુ શર્મા, જગદીશ ઠાકોર સહિતનાઓ હાજર રહેશે

રાજકોટ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભાની તૈયારીને આખરી ઓપ અપાયો તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૧ :  કોંગ્રેસના રાષ્‍ટ્રીય યુવા નેતા રાહુલ ગાંધી આજે બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે રાજકોટ ખાતેના શાષાી મેદાનમાં તેઓની જાહેરસભા યોજાઇ છે.  શહેરમાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે સાંજે જાહેર સભાને સંબોધવાના છે ત્‍યારે રવિવારે બપોરે રાજકોટ આવેલા રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી ગેહલોતે કહ્યું કે, ભારત જોડો યાત્રા કોંગ્રેસની નહિ લોકોની છે. જેમાં મેધા પાટકર એન.જી.ઓ. તરીકે રાહુલ ગાંધીને સપોર્ટ કરવા આવ્‍યા હતા.

રાજકોટના શાષાી મેદાનમાં  આજે ૨૧મીએ સાંજે ૪ વાગ્‍યે રાહુલ ગાંધીની જાહેરસભા છે. જેને અનુલક્ષીને કોંગ્રેસના રાષ્‍ટ્રીય મહાસચિવ વેણુગોપાલ અને તેમની સાથે રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત, રાજકોટ આવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મોંઘવારી, બેરોજગારી અને દેશમાં શાંતિની રાજનીતિ થાય તે માટે છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્‍યારે ત્રીજા પક્ષ ગણાતા આમ આદમી પક્ષના કેજરીવાલે હિમાચલ પટેલમાં ખોટા વાયદાઓ આપ્‍યા. ત્‍યાં તેમણે આખુ કેમ્‍પેઇન વિડ્રો કરવું પડયું છે.

ગુજરાતમાં આપના મુખ્‍યમંત્રી પદના ઉમેદવારને છેલ્લે સુધી લડવા માટે સીટ નહોતી મળતી. બોટાદમાં ઝેરી દારૂકાંડ, મોરબી દુર્ઘટનામાં કડક કાર્યવાહી ન થઇ. કોંગ્રેસ આ ચૂંટણીમાં ૧૨૫ બેઠકો મેળવશે તેવો દાવો કર્યો હતો.

રાહુલ ગાંધીની વાત કોંગ્રેસના સમર્થક ન નહીં, છેવાડાના મતદાર સુધી પહોંચે તે માટે બધીય બેઠકો પર લાઇવ પ્રસારણનું આયોજન કરાયું છે. નિરીક્ષક અને રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે બધાય ઉમેદવારને આદેશ આપ્‍યો છે. જેથી જીલ્લા કાર્યાલયથી માંડીને બધીય બેઠકો પર મોટી સ્‍ક્રીન મૂકીને લોકોને એકત્ર કરાશે જેથી કોંગ્રેસનો સંદેશ મતદારો સુધી પહોંચી શકે.

(3:21 pm IST)