Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાજકોટના ઉત્કર્ષ-TMT ગ્રુપ ઉપર GSTના દરોડામાં ખોટી વેરા શાખનો આંકડો ૩૩ કરોડે પહોંચ્યો : બે સ્થળે તપાસ

અમદાવાદ : રાજકોટમાં હજુ બે સ્થળે તપાસ ચાલૂ : સ્થાનિક કોઇ અધીકારીને વિશ્વાસમાં ન લેવાયા...

રાજકોટ, તા. ૧ર : ભાવનગરનું બોગસ બિલીંગનું પગેરૂ રાજકોટના ઉત્કર્ષ-TMT ગ્રુપમાં ખૂલતા અમદાવાદની GST ટીમોએ રાજકોટના ઇન્ગોટસ અને ટીએમટી બ્રાચના ઉત્પાદક ઉત્કર્ષ ટીએમટી બ્રાર્સ ગૃપના ડાયરેકટરની ઓફીસ અને નિવાસ સ્થાન સહિત કુલ ૧૩ સ્થળોએ તપાસ હાથ ધરી હતી, આ તપાસ દરમિયાન રવીવાર સુધીમાં ૩૦ કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું બહાર આવ્યું હતું, આ પછી આ જ સવારથી હાથ ધરાયેલ તપાસમાં વધુ ૩ કરોડની ખોટી વેરા શાખ લીધાનું બહાર આવ્યું  છે. કુલ આંકડો ૩૩ કરોડે પહોંચ્યો હોવાનું અધિકારીઓ ઉમેરી રહ્યા છે, તેમજ હજુ રાજકોટ અને અમદાવાદ ખાતે તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ કહ્યું હતું, દરોડા દરમિયાન ઉત્કર્ષ ગ્રૃપના મુખ્ય કર્તાહર્તા નિરજ જયદેવ આર્યાને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને સીનર્જી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા, જયાં તેમની તબીયત સ્થિર હોવાનું અધિકારીઓ ઉમેરી રહ્યા છે.

(5:00 pm IST)