Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

શહેરના ત્રણેય ઝોનમાં હેવી ટ્રાફિકવાળા રસ્તાઓ પર ઝીબ્રા ક્રોસીંગ, મીડીયન માર્કર લગાવાયા

રાજકોટ : મહાનગરપાલિકાની ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કીંગ શાખા દ્વારા હેવી ટ્રાફિકવાળા રસ્તાઓ પર ઝીંબ્રા ક્રોસીંગનાં પટ્ટા, મીડીયન માર્કર લગાવવા તેમજ ડીવાઇડર રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અકસ્માત નિવારી શકાય તથા રાત્રીના સમયે દુરથી આવતા વાહનો માટે સહેલાઇથી દેખાઇ શકે તે માટે ઝીબ્રા ક્રોસીંગ, મીડીયન માર્કર લગાડવામાં આવેલ, જેથી માર્ગ અકસ્માત થવાની શકયતા નિવારી શકાય તેમજ રોડ ડીવાઇડર રીપેરીંગની કામગીરી કરાઇ તે વખતની તસ્વીર. રોડ ડીવાઇડર રીપેરીંગની કામગીરી ૮૦ ફુટ રોડ, ભાવનગર રોડ, ટ્રાન્સપોર્ટનગર મેઇન રોડ પર કરાયેલ ત્થા ઝીબ્રા ક્રોસીંગ પટ્ટા મારવાની કામગીરી ગોંડલ રોડ પર કરાયેલ.  મીડીયન માર્કર લગાવવાની કામગીરી નાના મવા સર્કલ, અમીન માર્ગ પર કરવામાં આવી હતી.

(4:59 pm IST)