Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

લાંબા સમય બાદ સંકલન બેઠક મળીઃ ખરીદી, ગ્રામ પંચાયતની ચૂંટણી વગેરે મુદ્દાની ચર્ચા

જિલ્લા પંચાયતમાં વહીવટી તંત્ર સાથે તાલમેલ જાળવવા બેઠક મળીઃ સરકારનું 'માર્ગદર્શન' મંગાશે

રાજકોટ તા.રર : જિલ્લા પંચાયતમાં આજે લાંબા સમય બાદ પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળેલ જેમાં રાજકીય, વહીવટી સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવેલ. ગાંધીનગરના પરિવર્તનની અસર રાજકોટ જિલ્લા પંચાયતામાંં જોવા મળે છે. પંચાયત દ્વારા થતી ખરીદી સહિતની  બાબતોમાં અધિકારીઓ સાથેની ગેરસમજણ અને સંઘર્ષ નિવારવા માટેસંકલન જાળવવાના મુદ્દા ચર્ચામાં હતા હવે પછી દર સોમવારે સંકલન બેઠક યોજવાનું નકકી થયું હતું.

આજની સંકલન બેઠકમાં પ્રમુખ ઉપરાંત વિવિધ સમિતિના અધ્યક્ષો મળ્યા હતા ખરીદીની સતા સમિતિઓને છે કેનહી ? 'જેમ' હસ્તકની ખરીદીમાં કારોબારી સમિતિની સતા શું ? છેલ્લી કારોબારી બેઠકમાં ડી.ડી.ઓ.ના પત્રના અર્થઘટન બાબતે થયેલ વિવાદ સહિતના મુદ્દા ચર્ચાની એરણે છે. વિવાદ ટાળી સંવાદ જાળવવા ફરજ અને અધિકાર બાબતે જરૂર પડયે સરકારનું માર્ગદર્શન લેવાનું નકકી થયું હતું. જયાં ચૂંટણી છે તે પૈકી મહતમ પંચાયતો બીનહરીફ કરાવવાની  પણ ચર્ચા થઇ હતી.

(4:57 pm IST)